Video / અમરેલીના વાડી વિસ્તારમાં સિંહણ 2 સિંહબાળ સાથે રસ્તા પર લટાર મારતી જોવા મળી

અમરેલી ખાંભાના ખોડીયાણાના વાડી વિસ્તારમાં સિંહણ 2 સિંહબાળ સાથે રસ્તા પર લટાર મારતી જોવા મળી. જી હાં આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. ગ્રામ્ય વિસ્તારની કેડી પર સિંહ અને સિંહણબાળ ત્રણેય તેના મિજાજમાં મસ્તીથી પસાર થઇ રહ્યાં જોવા મળે છે. જો કે અચાનક જ વળાંક પર એક બાઇક સવારને સિંહ પરિવારનો ભેટો થાય છે. જો કે સિંહણ અને સિંહ શાંતિથી બાઇક સવારને રસ્તો આપીને જંગલ વિસ્તારમાં જતાં જોવા મળે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ