2007 T20 વર્લ્ડકપથી ટીમ ઈન્ડિયાનો ભાગ રહેલ અને વિસ્ફોટક બેટિંગ માટે જાણીતા આ બેટ્સમેન T20 વર્લ્ડ કપમાં ક્યારેય સિક્સ નથી ફટકારી
ટીમ ઈન્ડિયાના આ બેટ્સમેન T20 વર્લ્ડ કપમાં ક્યારેય સિક્સ નથી ફટકારી
આ વખતે પણ રહ્યો ફ્લોપ
ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી તેની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે
T20 ક્રિકેટને બેટ્સમેનની રમત માનવામાં આવે છે અને ખાસ કરીને ક્રિકેટ ફેન્સ માટે આ ખાસ રમત છે કારણ કે ત્યાં લોકોને બેટ્સમેનના ચોગ્ગા અને છગ્ગા જોવા મળે છે. પણ આ સામે ટીમ ઇન્ડિયામાં એક એવો બેટ્સમેન છે જેને આજ સુધી T20 વર્લ્ડ કપમાં ક્યારેય સિક્સર નથી ફટકારી શક્યો. તમને જણાવી દઈએ કે આ ખેલાડી 2007 T20 વર્લ્ડથી ટીમ ઈન્ડિયાનો ભાગ હતો અને એ પછી થી પણ તેને ટીમમાં આજ સુધી તક આપવામાં આવી હતી. જો કે અહીંયા ખાસ વાત એ છે કે ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી તેની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે.
T20 વર્લ્ડ કપમાં એક પણ સિક્સ નથી ફટકારી
આ વર્ષે T20 વર્લ્ડ કપ 2022માં ટીમ ઈન્ડિયાના ઘણા ખેલાડીઓ નિષ્ફળ રહ્યા છે અને તેમાંથી એક 37 વર્ષીય દિનેશ કાર્તિક સંપૂર્ણ રીતે ફ્લોપ રહ્યો હતો. જણાવી દઈએ કે દિનેશ કાર્તિક 2007ના ટી20 વર્લ્ડ કપમાં પણ ટીમનો ભાગ હતા અને ત્યારે થી તેઓ ટીમમાં રમે છે પણ આજ સુધી ટી20 વર્લ્ડ કપમાં એક પણ સિક્સ નથી મારી. આજ સુધી દિનેશ કાર્તિકે આ ટૂર્નામેન્ટમાં કુલ 10 મેચ રમી છે અને તેમાં એમને કુલ 71 રન બનાવ્યા છે જેમાં 10 ચોગ્ગા ફટકાર્યા છે.
આ વખતે પણ ફ્લોપ રહ્યા દિનેશ
બીજા ખલાડીની જેમ દિનેશ કાર્તિક પણ ટી20 વર્લ્ડ કપ 2022માં પોતાની છાપ છોડી શક્યા નથી, જણાવી દઈએ કે દિનેશ કાર્તિકે આ ટૂર્નામેન્ટની 3 ઇનિંગ્સમાં 4.66ની એવરેજથી માત્ર 14 રન બનાવ્યા હતા અને દિનેશ કાર્તિકના આવા ખરાબ પ્રદર્શન બાદ તેને ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ 11માંથી પણ બહાર કરી દેવામાં આવ્યો હતો અને એ વર્લ્ડ કપની સેમિફાઇનલ મેચમાં પણ પોતાની જગ્યા બનાવી શક્યો નહોતો.
જો કે દિનેશ કાર્તિક 12 વર્ષ પછી T20 વર્લ્ડ કપમાં રમતા જોવા મળ્યો હતો, ડિકે એ આ પહેલા 2010માં શ્રીલંકા સામે તેની છેલ્લી ટી20 વર્લ્ડ કપ મેચ રમી હતી અને એ પછી દિનેશ કાર્તિક IPL 2022 પછી જ ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો હતો. પણ નોંધવા જેવી બાબત એ છે કે IPL 2022માં દિનેશ કાર્તિકે 16 મેચમાં 55.00ની એવરેજથી 330 રન બનાવ્યા હતા અને એ જ કારણે તે એશિયા કપ 2022માં પણ ટીમ ઈન્ડિયાનો ભાગ બની શક્યો હતો.