વેસ્ટ ઈન્ડીઝ સામેની બીજી વનડેમાં ભારતના સ્ટાર પ્લેયર આવેશ ખાનને સમાવવામાં આવ્યો છે. આવેશ ખાન તેની પહેલી વનડે રમશે.
ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે બીજી વનડે
બન્ને ટીમના પ્લેઈંગ-11 જાહેર
ભારત વતી આવેશ ખાનનું વનડે ડેબ્યૂ
પ્રસિદ્ધ કૃષ્ણાને બદલે આવેશ ખાનને લેવાયો
આવેશ ખાન 9 ટી-20 મેચ રમી છે
યુવા ફાસ્ટ બોલર આવેશ ખાનને રવિવારે વિન્ડિઝ સામેની શ્રેણીની બીજી વન ડે માટેની પ્લેઈંગ ઈલેવનમાં તક મળી હતી. 25 વર્ષનો આ ખેલાડી આ રીતે વન ડે ફોર્મેટમાં ડેબ્યૂ કરશે. આવેશ ખાનને પ્રસિદ્ધ કૃષ્ણાને બદલે બીજી વનડેમાં લેવાયો છે. કેપ્ટન શિખર ધવને બીજી વનડેમાં કૃષ્ણાને આરામ આપ્યો હતો અને આવેશ ખાન પર દાવ અજમાવ્યો છે.
West Indies wins toss, elects to bat first against India in second ODI; Avesh Khan makes debut
આવેશ ખાને ભારત માટે અત્યાર સુધીમાં 9 ટી-20 મેચ રમી છે અને તેણે કુલ 8 વિકેટ ઝડપી છે. પોર્ટ ઓફ સ્પેનના ક્વીન્સ પાર્ક ઓવલમાં રમાયેલી આ મેચમાં વેસ્ટ ઇન્ડીઝના કેપ્ટન નિકોલસ પૂરને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
#IndvsWI | Team India Playing XI: Shikhar Dhawan (C), Shubman Gill, Shreyas Iyer (VC), Suryakumar Yadav, Sanju Samson (wk), Deepak Hooda, Axar Patel, Shardul Thakur, Yuzvendra Chahal, Mohd Siraj, and Avesh Khan