બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:01 PM, 20 January 2025
Stock Market Rise Before Trump Oath: અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ પહેલા ભારતીય શેરબજારમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 700 પોઈન્ટનો ઉછાળો આવ્યો.
ADVERTISEMENT
અમેરિકામાં કોઈપણ મોટી હિલચાલની અસર ભારતમાં જોવા મળે છે, ખાસ કરીને શેરબજાર પર. પછી ભલે તે અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણી હોય કે તેમનો શપથ ગ્રહણ સમારોહ. ટ્રમ્પના શપથ ગ્રહણ પહેલા સોમવારે મોટી અપેક્ષાઓ સાથે શેરબજારમાં ઝડપથી ઉછાળો આવ્યો. મુંબઈ સ્ટોક એક્સચેન્જના 30 શેરવાળા સેન્સેક્સમાં ટ્રેડિંગ દરમિયાન 700 પોઈન્ટનો ઉછાળો આવ્યો. દરમિયાન બેંકિંગ શેરોમાં ભારે ઉછાળો જોવા મળ્યો અને એચડીએફસી બેંકથી લઈને એસબીઆઇ સુધીના શેર ગ્રીન ઝોનમાં બંધ થયા.
ADVERTISEMENT
શપથ ગ્રહણના દિવસે ટ્રમ્પની જીત જેવી જ અસર જોવા મળી
જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા ત્યારે ભારતીય શેરબજારે પણ તેમને સલામ કરી. 6 નવેમ્બરના બીએસઇ સેન્સેક્સ 901.50 પોઈન્ટના વધારા સાથે 80,378.13 પર બંધ થયો, જ્યારે નિફ્ટીમાં પણ 270 પોઈન્ટથી વધુનો ઉછાળો આવ્યો. જો આપણે શપથ ગ્રહણ દિવસ એટલે કે સોમવારની વાત કરીએ તો શાનદાર શરૂઆત પછી બંને બજાર સૂચકાંકો થોડા સમય માટે સુસ્તીથી ટ્રેડ થતા જોવા મળ્યા, પરંતુ બપોરે 12 વાગ્યાની આસપાસ, સેન્સેક્સ અને નિફ્ટીએ ગતિ પકડવાનું શરૂ કર્યું અને આ ગતિ બજાર બંધ થાય ત્યાં સુધી ચાલુ રહી.
સોમવારે અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસે બીએસઇ સેન્સેક્સ 76,978.53 પર ખુલ્યો, જે તેના પાછલા બંધ કરતા લગભગ 300 પોઈન્ટ વધારે હતો, અને લગભગ 700 પોઈન્ટ વધીને 77,318.94 પર પહોંચ્યો. જોકે અંતે તેની ગતિ ધીમી પડી છતાં સેન્સેક્સ ૪૫૪.૧૧ પોઈન્ટ ઉછળીને 77,073.44 પર બંધ થયો. સેન્સેક્સની જેમ, નિફ્ટી ઇન્ડેક્સ પણ ગ્રીન ઝોનમાં ટ્રેડિંગ શરૂ કર્યું અને 23,391 પર પહોંચી ગયો. અંતે, નિફ્ટી 141.55 પોઈન્ટના વધારા સાથે 23,344.75 પર બંધ થયો.
આ શેરોમાં આજે સૌથી વધુ વધારો થયો
સોમવારે શેરબજારમાં ઉછાળા વચ્ચે બેંકિંગ શેરોમાં સૌથી વધુ તેજી જોવા મળી હતી. એચડીએફસી બેંકના શેરથી લઈને એસબીઆઇના શેર સુધી બધા જ વધારા સાથે બંધ થયા. ટોચના 10 શેરોમાં લાર્જ-કેપ કેટેગરીમાં કોટક મહિન્દ્રા બેંકનો શેર (9.15%), બજાજ ફાઇનાન્સનો શેર (3.58%), NTPCનો શેર (2.96%) અને SBIનો શેર (2%) વધારા સાથે બંધ થયો.
આ ઉપરાંત મિડકેપમાં સમાવિષ્ટ કલ્યાણ જ્વેલર્સ શેર (5.88%), મઝગાંવ ડોક શેર (5.31%) અને યસ બેંક શેર (3.72%) વધારા સાથે બંધ થયા. જો આપણે સ્મોલકેપ કેટેગરીમાં સમાવિષ્ટ શેર વિશે વાત કરીએ તો ટીટીએમએલ શેર (15.98%), એપોલો શેર (14.93%) અને એમટીએનએલ શેર (10.27%) ઉછાળા સાથે બંધ થયા.
આ પણ વાંચોઃ ડોનાલ્ડ ટ્રમ્પ આજે ક્યારે લેશે રાષ્ટ્રપતિ પદના શપથ? અહીં જોઈ શકશો લાઈવ સ્ટ્રીમિંગ
ગયા શુક્રવારે બજાર તુટ્યુ હતા
આ પહેલા ગયા અઠવાડિયે શેરબજાર માટે ઉતાર-ચઢાવ ભરેલું હતું. ગયા શુક્રવારે બંને શેરબજાર સૂચકાંકો ઘટાડા સાથે લાલ રંગમાં બંધ થયા હતા. 30 શેરો વાળા બીએસઇ સેન્સેક્સ 77,069.19 પર ખુલ્યા અને 423.49 પોઈન્ટ ઘટીને 76,619.33 પર બંધ થયા. આ ઉપરાંત એનએસઇનો નિફ્ટી-50 પણ 23,277.10 પર ખુલ્યો અને અંતે 108.60 પોઈન્ટ ઘટીને 23,203.20 પર બંધ થયો.
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.