બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / In the polygraphy test, Aftab started speaking in English, these questions were asked in Hindi

તપાસ / પોલીગ્રાફી ટેસ્ટમાં આફતાબ બોલવા લાગ્યો અંગ્રેજી, હિન્દીમાં પૂછવામાં આવ્યા હતા આ સવાલ

Vishal Khamar

Last Updated: 07:30 PM, 25 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આફતાબ પૂનાવાલાને પૂછવામાં આવ્યું હતું કે શ્રદ્ધાના શરીરના ટૂકડા ક્યા હથિયારથી કરવામં આવ્યા. અધિકારી તેને હિન્દીમાં પ્રશ્ન પૂછતા હતા અને તે જવાબ અંગ્રેજીમાં આપતો હતો.

  • આફતાબ પૂનાાલાનાં પોલીગ્રાફ ટેસ્ટ
  • સમગ્ર ઘટના ક્રમ વિશે પૂછવામાં આવ્યું
  • આફતાબને 50 જેટલા પ્રશ્નો પૂછવામાં આવ્યા

શ્રદ્ધા વોકર મર્ડર કેસમાં રોજ નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. ત્યારે પોલીસે આફતાબ પૂનાવાલાની સત્યતા જાણવા માટે પોલિગ્રાફ ટેસ્ટ પણ કરાવી રહી છે. ત્યારે આફતાબે શ્રદ્ધાની હત્યા કર્યા બાદ તેનાં શરીરનાં 35 ટુકડા કેમ કર્યા તે બાબતે પણ આફતાબ પૂનાવાલાનો પોલીસ પોલિગ્રાફ ટેસ્ટ કરાવી રહી છે. ગુરૂવારે દિલ્લીની  રોહિણી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં આઠ કલાક સુધી આફતાબનો પોલીગ્રાફ ટેસ્ટ ચાલ્યો હતો. તે દરમ્યાન તેને પ્રશ્ર કરવામાં આવ્યા હતા કે આ ગુનાનું શું પરિણામ આવશે. તેમજ શ્રદ્ધા સાથે તેના સબંધો કેવા હતા. તેમજ નાનપણમાં પરિવાર સાથે જોડાયેલી કોઈ વાત પર સવાર-જવાબ કરવામાં આવ્યા હતા.

ઘટના ક્રમ વિશે પૂછવામાં આવ્યું
મળતી માહિતી મુજબ આફતાબને ડેટિંગ શરૂ કર્યું ત્યારથી બનેલી ઘટનાઓના ક્રમ વિશે પણ પૂછવામાં આવ્યું હતું. આ સિવાય તેણે 35 ટૂકડા કર્યા પછી તેનો નિકાલ કેવી રીતે કર્યા. ત્યારે  એફએસએલના અધિકારીઓ અને નિષ્ણાંતો તે સ્થાનો શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. જ્યાં તેણે શ્રદ્ધાનાં શરીરનાં 35 ટુકડા કર્યા અને ફોન પણ ફેંદી દીધો.

આફતાબને 50 જેટલા પ્રશ્નનો પૂછવામાં આવ્યા
આફતાબને પોલોગ્રાફી ટેસ્ટ દરમ્યાન 50 જેટલા પ્રશ્નનો કરવામાં આવ્યા હતા. ત્યારે બુધવારે તેને તાવ હોઈ ટેસ્ટ થઈ શક્યો ન હતો. ત્યારે મળતી માહિતી મુજબ આફતાબે શ્રદ્ધાનાં શરીરને કાપવા માટે ક્યા પ્રકારના હથિયારનો ઉપયોગ કર્યો હતો. તે સહિતના અનેક પ્રશ્નો કરવામાં આવ્યા હતા. આ અઠવાડિયાની શરૂઆતમાં પોલીસે આફતાબ પૂનાવાલાની કસ્ટડી વધારવા અને પોલીગ્રાફ ટેસ્ટનું પરીક્ષણ કરવા માટે દિલ્હી કોર્ટની પરવાનગી માંગી હતી.

 

સંકળાયેલા મુદ્દાઓ

Delhi Police Polygraph test aftab delhi murdar case shrddha આફતાબ દિલ્હી દિલ્હી પોલીસ પોલીગ્રાફ ટેસ્ટ મર્ડર shraddha murder case
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ