બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / અજબ ગજબ / બેન્કમાં રૂપિયા ઉપાડવાની ચિઠ્ઠીમાં મહિલાએ રકમમાં લખ્યું કુંભ, જોઈ કેશિયરનું મગજ ચકરાયું
Last Updated: 10:27 PM, 23 January 2025
પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભને લઈ અનેક વીડિયો અને તસવીરો સોશિયલ મીડીયામાં ખૂબ વાયરલ થઈ રહ્યા છે. લોકો અહીયા દેશ વિદેશથી પૈસા ખર્ચીને પણ આવી રહ્યા છે. આ મહાકુંભમાં ફરવા જવાને લઇ એક રીલ ખૂબ વાયરલ થઈ રહી છે. જેમાં એક મહિલાએ બેંકમાં પૈસા ઉપાડવા માટે વીડ્રો સ્લિપમાં કંઈક એવું લખ્યું કે જેને જોવા વાળા પણ હેરાન થઈ ગયા.
ADVERTISEMENT
વાયરલ રીલમાં જોઈ શકાય છે કે, એક મહિલાએ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)માંથી પૈસા ઉપાડવા માટે વીડ્રો સ્લિપ લીધી અને તેને ભરી હતી. જેમાં તેને પોતાનું નામ "રાધિકા શર્મા" લખ્યું હતું. પછી તેમાં તારીખ અને એકાઉન્ટ નંબર લખ્યો હતો.
ADVERTISEMENT
રોકડ અને ચેકના સ્ટેટમેન્ટમાં તે મહિલાએ 'તેના પતિ સાથે મેળામાં જવાનું' કારણ આપ્યું હતું. એટલું જ નહીં મહિલાએ રાશિ (રકમ)માં પોતાની રાશિ કુંભ લખી હતી. મહિલાને દસ હજાર રૂપિયા ઉપાડવાના હોવાથી તેણે કુલ રકમની આગળ 10,000/- લખ્યા હતા અને કુલ યોગમાં તેને કુંભમેળો લખ્યું હતું.
આ તસવીર ઈન્સ્ટાગ્રામ પર તરત જ વાયરલ થઈ ગઈ હતી. તેના પર લોકોની જોરદાર પ્રતિક્રિયા આવી રહી છે. મોટાભાગના યુઝર્સનું કહેવું છે કે, આ સ્લિપ ફક્ત વાયરલ થવા માટે જ તૈયાર કરવામાં આવી છે. બીજા કોઈએ લખ્યું હતું કે, "લાગે છે તમે બીજા ગ્રહથી આવ્યા છો." તો અન્ય એક યુઝરે લખ્યું હતું કે, "રાધિકાની રાશિ તુલા હોય છે, રીલ બનાવતા પહેલા મગજનો ઉપયોગ કરો."
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.