બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / વિશ્વ / In the morning, India's first gold-silver medal entry, shooting and wushu athletes competed.

Asian Games 2023 Day 5 / Asian Games Day 5: સવાર-સવારમાં ભારતના ખાતામાં પ્રથમ ગોલ્ડ-સિલ્વર મેડલની એન્ટ્રી, શૂટિંગ અને વુશૂમાં ખેલાડીઓએ મારી બાજી

Priyakant

Last Updated: 08:59 AM, 28 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Asian Games 2023 News: 28 સપ્ટેમ્બરે ભારતે વુશૂમાં તેનો પહેલો મેડલ જીત્યો હતો. રોશીબીના દેવીએ ભારતને સિલ્વર મેડલ અપાવ્યો

  • એશિયન ગેમ્સના આજે પાંચમાં દિવસે ભારતે મેળવ્યા 2 મેડલ 
  • શૂટિંગમાં ભારતને ગોલ્ડ, અર્જુન ચીમા, સરબજોત સિંહ અને શિવ નરવાલની ત્રિપુટનો કમાલ 
  • રોશીબીના દેવીએ વુશૂમાં મેળવ્યો સિલ્વર મેડલ 

Asian Games 2023 : એશિયન ગેમ્સનો આજે પાંચમો દિવસ છે, આજે એવી ઘણી બધી રમતો પણ જોવા મળશે જેમાં ભારતીય ટીમ એશિયન ગેમ્સમાં મેડલ જીતી શકે છે. 27 સપ્ટેમ્બરે ભારતે એક પછી એક અનેક મેડલ જીત્યા. 28 સપ્ટેમ્બરે ભારતે વુશૂમાં તેનો પહેલો મેડલ જીત્યો હતો. રોશીબીના દેવીએ ભારતને સિલ્વર મેડલ અપાવ્યો.

શૂટિંગમાં ભારતને ગોલ્ડ મળ્યો
ભારતે આજે પોતાનો પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સોનું શૂટિંગમાં મળી આવ્યું હતું. અર્જુન ચીમા, સરબજોત સિંહ અને શિવ નરવાલની ત્રિપુટીએ 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતે યજમાન ચીનને માત્ર એક પોઈન્ટથી હરાવ્યું હતું. ભારતનો આ છઠ્ઠો ગોલ્ડ મેડલ હતો. ભારતની મેડલ સંખ્યા હવે 24 પર પહોંચી ગઈ છે.

વુશૂમાં ભારતને સિલ્વર મેડલ 
રોશિબિના દેવીને સિલ્વર મેડલ મળ્યો છે, પરંતુ વુશૂ (60 કિગ્રા)માં તે ડિફેન્ડિંગ ચેમ્પિયન વુ જિયાઓ વેઈ સામે હારી ગઈ હતી. ભારતનો આ 23મો મેડલ છે. રોશીબીના દેવીનો જન્મ મણિપુરના બિશનપુર જિલ્લામાં થયો હતો. 2018 એશિયન ગેમ્સમાં તેણીએ મહિલા વુશૂ (સાંડા 60 કિગ્રા) ઇવેન્ટમાં ભાગ લીધો હતો. તેણે ક્વાર્ટર ફાઇનલમાં પાકિસ્તાનની મુબશારા અખ્તરને હરાવ્યું હતું. આ પછી તેનો મેડલ નિશ્ચિત થઈ ગયો. તે સેમિફાઇનલમાં ચીનની કાઈ યિંગિંગ સામે હારી ગઈ હતી અને તેને સંયુક્ત બ્રોન્ઝ મેડલ મળ્યો હતો.

આ તરફ હવે બેડમિન્ટનમાં ભારતની મહિલા ટીમે ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. રાઉન્ડ-16ની મેચમાં ભારતે મંગોલિયાને 3-0થી હરાવ્યું હતું.

ભારતનો અત્યાર સુધી કેટલા મેડલ મળ્યા ?  

24 મેડલ: 6 ગોલ્ડ, 8 સિલ્વર અને 10 બ્રોન્ઝ

  1. મેહુલી ઘોષ, આશિ ચૌકસી અને રમિતા જિંદાલ - 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટ (શૂટિંગ): સિલ્વર
  2. અર્જુન લાલ જાટ અને અરવિંદ સિંહ, પુરુષોની લાઇટવેઇટ ડબલ સ્કલ્સ (રોઇંગ): સિલ્વર
  3. બાબુ લાલ અને લેખ રામ, મેન્સ કોક્સલેસ ડબલ્સ-(રોઈંગ): બ્રોન્ઝ
  4. મેન્સ કોક્સેડ 8 ટીમ - (રોઇંગ): સિલ્વર
  5. રમિતા જિંદાલ- મહિલા 10 મીટર એર રાઈફલ (શૂટિંગ): બ્રોન્ઝ
  6. ઐશ્વર્ય તોમર, રુદ્રાક્ષ પાટીલ અને દિવ્યાંશ પવાર, 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટ (શૂટીંગ): ગોલ્ડ
  7. આશિષ, ભીમ સિંહ, જસવિન્દર સિંહ અને પુનીત કુમાર - મેન્સ કોક્સલેસ 4 (રોઈંગ): બ્રોન્ઝ
  8. પરમિન્દર સિંઘ, સતનામ સિંઘ, જાકર ખાન અને સુખમીત સિંહ - મેન્સ ક્વાડ્રપલ સ્કલ્સ (રોઇંગ): બ્રોન્ઝ
  9. ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમર - પુરુષોની 10 મીટર એર રાઈફલ (શૂટિંગ): બ્રોન્ઝ
  10. અનીશ, વિજયવીર સિદ્ધુ અને આદર્શ સિંહ - પુરુષોની 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ (શૂટિંગ): બ્રોન્ઝ
  11. મહિલા ક્રિકેટ ટીમઃ ગોલ્ડ
  12. નેહા ઠાકુર ડીંઘી - ILCA4 ઇવેન્ટ (સેલિંગ): સિલ્વર
  13. ઇબાદ અલી- RS:X (સેલિંગ): બ્રોન્ઝ
  14. દિવ્યકીર્તિ સિંહ, હૃદય વિપુલ છેડ, અનુષ અગ્રવાલા અને સુદીપ્તિ હજેલા - ડ્રેસેજ ટીમ ઇવેન્ટ (શૂટિંગ): ગોલ્ડ
  15. સિફ્ટ કૌર સમરા, આશી ચૌકસી અને માનિની ​​કૌશિક - 50 મીટર રાઇફલ 3 પોઝિશન ટીમ ઇવેન્ટ (શૂટિંગ): સિલ્વર મેડલ
  16. મનુ ભાકર, ઈશા સિંઘ, રિધમ સાંગવાન - 25 મીટર પિસ્તોલ ટીમ ઈવેન્ટ (શૂટિંગ): ગોલ્ડ
  17. સિફ્ટ કૌર સમરા - મહિલા 50 મીટર રાઇફલ 3 પોઝિશન્સ (શૂટિંગ): ગોલ્ડ મેડલ
  18. આશી ચૌકસી, મહિલા 50 મીટર રાઇફલ 3 પોઝિશન્સ (શૂટિંગ): બ્રોન્ઝ
  19. અંગદ, ગુરજોત અને અનંત જીત્યા - મેન્સ સ્કીટ ટીમ ઈવેન્ટ (શૂટીંગ): બ્રોન્ઝ
  20. વિષ્ણુ સર્વાનન – ILCA7 (સેલિંગ): બ્રોન્ઝ
  21. ઈશા સિંઘ, મહિલા 25 મીટર પિસ્તોલ (શૂટિંગ): સિલ્વર
  22. અનંત જીત સિંઘ, મેન્સ સ્કીટ (શૂટિંગ): સિલ્વર
  23. રોશિબિના દેવી વુશુ (60 કિગ્રા): સિલ્વર
  24. અર્જુન ચીમા, સરબજોત સિંહ અને શિવ નરવાલ – પુરુષોની 10 મીટર એર પિસ્તોલ (શૂટિંગ): ગોલ્ડ

સંકળાયેલા મુદ્દાઓ

Asian Games asian games 2023 એશિયન ગેમ્સ 2023 ગોલ્ડ મેડલ શૂટિંગ સિલ્વર મેડલ asian games 2023
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ