In the midst of rising petrol-diesel prices, the Gujarat government can make a big announcement today
ગાંધીનગર /
પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વચ્ચે ગુજરાત સરકાર એક્શનમાં, આજે CM રૂપાણી કરી શકે છે મોટી જાહેરાત
Team VTV09:34 AM, 22 Jun 21
| Updated: 12:27 PM, 23 Jun 21
રાજ્યમાં ઇ-વ્હીકલની બેટરી રિચાર્જથી લઇ વધુ સંશોધન માટે એક્શન પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે હવે તેની પોલિસી જાહેર થઈ શકે છે
વધતા ઈંધણના ભાવ વચ્ચે સરકાર જાહેર કરી શકે નવી પોલિસી
ઇલેક્ટ્રીક વાહનોને લઇ આજે CM રૂપાણી કરી શકે છે મોટી જાહેરાત
ઇલેક્ટ્રીક વાહનોની પોલીસીને અપાઇ શકે છે કાયદાકીય સ્વરૂપ
રાજ્યમાં ઇ-વ્હીકલની બેટરી રિચાર્જથી લઇ વધુ સંશોધન માટે એક્શન પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે હવે તેની પોલિસી જાહેર થઈ શકે છે
નવી પોલિસી જાહેર કરી શકે સરકાર
દેશ અને રાજ્યમાં વધતા પેટ્રોલી ડીઝલના ભાવને લઈને પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે ત્યારે સરકાર દ્વારા મહત્વની પોલિસી જાહેર કરાય તેવું મનાઈ રહ્યું છે તંત્રએ આ માટેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે શું હશે આ પોલિસીમાં તે હવે આજે જાહેર થઈ શકે છે.
ઈલેક્ટ્રીક વાહનોને લઈ લેવાઈ શકે છે મોટો નિર્ણય
મહત્વનું છે કે આજે રાજ્ય સરકાર નવી પોલિસી જાહેર કરે તેવું વર્તાઈ રહ્યું છે. ગુજરાત સરકાર ઈલેક્ટ્રિક વાહનો માટેની પોલિસીની જાહેરાત કરી શકે છે. વધતા પેટ્રોલ ડીઝલના ભાવ અને વધતા પ્રદૂષણ વચ્ચે ઈલેક્ટ્રિટ વાહનોનું મહત્વ વધ્યું છે. હવે સરકાર પણ ઈલેક્ટ્રિક વાહનનોને પ્રોત્સાહન આપી રહી છે. અને ઈલેક્ટ્રિટ વાહનોની ખરીદી પર કેટલાક ટકા રાહત પણ આપી શકે તેવું જાણવા મળી રહ્યું છે.
રાજ્ય સરકારનો એક્શન પ્લાન તૈયાર
રાજ્ય સરકારે પોલિસી બનવવા સંદર્ભે વિભાગ અને સરકાર લેવલે કવાયત તેજ બનાવાઇ છે ઇલેક્ટ્રિક વાહનોની બેટરી રિચાર્જથી લઇને વધુ સંશોધન કરી કઇ રીતે સરળ બનાવી શકાય તે મુદ્દે એક્શન પ્લાન તૈયાર કરાયો છે.
બેટરી રિચાર્જથી લઇને વધુ સંશોધન કરાશે
પોલિસી બનવવા સંદર્ભે વિભાગ અને સરકાર લેવલે કવાયત તેજ બનાવાઇ છે. ઇલેક્ટ્રિક વાહનોની બેટરી રિચાર્જથી લઇને વધુ સંશોધન કરી કઇ રીતે સરળ બનાવી શકાય તે મુદ્દે એક્શન પ્લાન તૈયાર કરાયો છે.