વ્હીલચેર ક્રિકેટની ભારતીય ટીમમાં ગુજરાતના ખેલાડીની પસંદગી 

By : vishal 10:28 AM, 13 September 2018 | Updated : 10:28 AM, 13 September 2018
રાષ્ટ્રીયકક્ષાની વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટમાં પોરબંદરના દિવ્યાંગની ભારતીય ટીમમાં પસંદગી થઈ છે. વ્હીલચેર ક્રેકેટ ટુર્નામેન્ટમાં દિવ્યાંગ ભીમાભાઈ ખૂંટીએ શ્રેષ્ઠ દેખાવ કર્યો છે. દુબઈ ખાતે આયોજીત ટી-ટવેન્ટી ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ તરફથી ભીમાભાઈ ખૂંટી રમશે.

આગામી 15 સપ્ટેમ્બર તેઓ દિલ્લીથી દુબઈ જવા રવાના થશે. 17 સપ્ટેમ્બરથી ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈમાં વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં 17 સપ્ટેમ્બરે પ્રથમ ટી 20 મેચ રમાશે. 18,20 સપ્ટેમ્બરે બીજી મેચો રમશે. ભીખાભાઈને વાઈસ કેપ્ટનની જવાબદારી સોપવામાં આવી છે. વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભીમભાઈ ખુંટી અગાઉ મલેશીયા, બાંગ્લાદેશ, નેપાળમા ભારતીય ટીમ વતી રમી ચૂકયા છે.  

રાષ્ટ્રીય કક્ષા ની વ્હીલચેર કિ્રકેટ ટુર્નામેન્ટ માં પોરબંદરના દિવ્યાંગની ભારતીય ટીમમાં પસંદગી થતા ખુશીનો માહોલ જોવા મળી રહયો છે. વ્હીલચેર કિ્રકેટ ટુર્નામેન્ટ માં પોરબંદરના ભીમાભાઈ ખુંટીએ શ્રેષ્ઠ દેખાવ કકર્યો  છે. દુબઈ ખાતે આયોજીત ટી-ટવેન્ટી ટુર્નામેન્ટ માં તે ભારતીય ટીમ વતી રમશે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમમાં પોરબંદરના જયદેવ ઉનડકટે સ્થાન મેળવી પોરબંદરને ગૈારવ પ્રદાન કર્યું હતુ. હવે વ્હીલચેર કિ્રકેટ ટુર્નામેન્ટમાં પણ પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા ભીમાભાઈ ખુંટીએ સ્થાન મેળવ્યુ છે. આગામી ૧૫ સપ્ટેમ્બરના રોજ તેઓ દિલ્લીથી દુબઈ જવા રવાના થશે.

ત્યાર બાદ ૧૭મી સપ્ટેમ્બરથી ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈમાં વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ૧૭ તારીખના રોજ પ્રથમ ટી ૨૦ મેચ રમાશ અને તારીખ ૧૮ અને ૨૦ ના રોજ બીજી મેચો રમશે. આ વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમમાં ભીમાભાઈ ખુંટીની પસંદગી કરવામાં આવી છે અને વાઈસ કેપ્ટનની જવાબદારી પણ તેમને સોપવામાં આવી છે. 

વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભીમભાઈ ખુંટી અગાઉ મલેશીયા, બાંગ્લાદેશ અને નેપાળમા પણ ભારતીય ટીમ વતી રમી ચૂકયા છે અને તેઓ ગુજરત વ્હીલચેર ક્રિકેટ ટીમના કેપ્ટન તરીખે ફરજ બજાવે છે.

ભીમભાઈ ખુંટીના ક્રિકેટ રેકોડણી વાત કર્યે તો  નેપાળ સામે રમાયેલ ઇન્ટરનેશનલ સીરીઝમાં ભીમભાઈ ખુંટીએ ૫ વિકેટ ઝડપી હતી અને આજ દિન સુધી આ રેકોડ હજુ સુધી કોઈ તોડી શક્યું નથી અને આ સીરીઝમાં તેઓ મેન ઓફ ધ સીરીઝનો ખીતાબ મેળવ્યો હતો.

તો ચંદીગઢ ખાતે રમાયેલ ટી ૨૦ સીરીઝ માં ૩ મેચ માં ૩ હફ્સેન્ચયુરી ફટકારી હતી અને ૬ વિકેટ પણ લીધી હતી . આ રીતે ભીમભાઈ ખુંટીએ વ્હીલચેર કિ્રકેટમાં શ્રેષ્ઠ દેખાવ કરી અને પોરબંદનું નામ રોશન કર્યું છે. દિવ્યાંગ હોવા છતા હિંમત હાર્યા વિના ભીમાભાઈ ખુંટીએ વ્હીલચેર ક્રિકેટમાં એક આગવુ સ્થાન મેળવ્યુ છે અને ભારતીય ટીમમાં પણ પસંદગી પામ્યા છે. 

આ સફળતાને ભીમભાઈના દિવ્યાંગ પત્નીએ આવકારી છે અને તેમણે એવુ જણાવ્યુ છે કે, તેઓ તેમના પતિને પ્રોત્સાહન મળે તે માટે હંમેશા સહયોગ આપ્યો છે જેને કારણે તેઓ  વ્હીલચેર કિ્રકેટમાં સફળતા મેળવી શકયા છે.

દિવ્યાંગ ભીમભાઈ ખુંટીએ એવુ જણાવ્યુ હતુ કે, વ્હીલચેર ક્રિકેટ ટીમનો બી.સી.સી.આઈમાં સમાવેશ કરવામાં આવ્યો નથી જેને કારણે સ્પોનરશીપ મેળવી અને ટુર્નામેન્ટ રમવા માટે જવુ પડે છે.

જો વ્હીલચેર ક્રિકેટ ટીમનો બી.સી.સી.આઈમાં સમાવેશ કરવામાં આવે તો દિવ્યાંગોને પ્રોત્સાહન મળશે. આ રીતે ભીમભાઈ ખુંટીએ વ્હીલચેર ક્રિકેટમાં શ્રેષ્ઠ દેખાવ કરી અને પોરબંદનું નામ રોશન કર્યું છે.

1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story