બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:17 PM, 16 January 2025
બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર થયેલા હુમલાની પોલીસ ખૂબ જ ઝડપથી તપાસ કરી રહી છે. ગઈકાલે રાત્રે કોઈ અજાણ્યો શખ્સ ચોરીના ઈરાદે અભિનેતાના ઘરમાં ઘુસ્યો હતો. આ દરમિયાન ચોરને પકડવા આવેલા સૈફ અલી ખાન પર ચોરે છરી વડે હુમલો કર્યો અને અભિનેતા ઘાયલ થયો.
ADVERTISEMENT
જોકે, સૈફની સારવાર ચાલી રહી છે અને તે ખતરાની બહાર છે. દરમિયાન, એવા કેટલાક પ્રશ્નો છે જે 'નવાબ' પરના હુમલાના રહસ્યને જટિલ બનાવી રહ્યા છે. જો કે, જો જવાબો મળી જશે તો ટૂંક સમયમાં આ કેસનો ઉકેલ આવશે. ચાલો જાણીએ કે તે પ્રશ્નો શું છે?
ADVERTISEMENT
'નવાબ' પરના હુમલાનું રહસ્ય આ પ્રશ્નોમાં ફસાઈ ગયું છે?
ADVERTISEMENT
શું સૈફ પર હુમલો કરનાર વ્યક્તિ પહેલાથી જ એક્ટરની નોકરાણીને ઓળખતો હતો? શું અભિનેતાના ઘરે આરોપીને ઘરમાં ઘૂસવામાં મદદ મળી?
ADVERTISEMENT
આવા પોશ વિસ્તારમાં હાઈ સિક્યુરિટી વચ્ચે હુમલાખોર સૈફના ઘરમાં કેવી રીતે ઘૂસ્યો?
ADVERTISEMENT
જ્યારે આ ઘટના બની ત્યારે ભારે હોબાળો મચી ગયો હતો અને આટલા અવાજ વચ્ચે હુમલાખોર આટલી સરળતાથી કેવી રીતે ભાગી ગયો?
ADVERTISEMENT
શું સૈફ અલી ખાનની નોકરાણી રાત્રે તેના ઘરે રહે છે કે તે જ દિવસે તે રોકાઈ હતી?
સૈફ અલી ખાનની મેડ અને હુમલાખોર વચ્ચે શુ દલીલ થઇ હતી ? નોકરાણીના માત્ર હાથને જ શા માટે ઈજા થઈ?
હુમલાખોરે સૈફ અલી ખાન પર છરી વડે માર માર્યો હતો, તો નોકરાણીએ કેમ કંઈ ન કર્યું? શું સૈફ સીધો નિશાને હતો?
આ કેસમાં સમગ્ર શંકા સૈફની નોકરાણી પર ચાલી રહી છે. આ કેસમાં શું નવો વળાંક આવે છે તે જોવું રહ્યું. જોકે હુમલાખોરની ઓળખ થઈ ગઈ છે અને તેનો પહેલો ફોટો પણ સામે આવ્યો છે.
આ પણ વાંચોઃ સૈફ અલી હુમલો : નોકરાણી અને હુમલાખોર વચ્ચેનો 'સંબંધ' સામે આવ્યો, રહસ્ય ઘેરાયું
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.