બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / In the first match, the batsman broke Ranjit Singh's 125-year-old record

સ્પોર્ટ્સ / પહેલી જ મૅચમાં આ બૅટ્સમેને રણજીત સિંહનો 125 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

Anita Patani

Last Updated: 09:57 AM, 4 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્રિકેટના રેકોર્ડ તૂટવા માટે જ બન્યા હોય છે પરંતુ કેટલાક રેકોર્ડ એવા હોય છે જેના તૂટવાની કોઇ સંભાવના હોતી નથી પરંતુ હાલમાં જ 125 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો છે.

  • 125 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો 
  • આ રેકોર્ડ તૂટવાની સંભાવના જ નહોતી 
  • 29 વર્ષના ખેલાડીએ તોડ્યો રેકોર્ડ 

 

 

ન્યૂઝીલેન્ડના બેટ્સમેન ડેવોન કોનવેએ પોતાની ડેબ્યુ મૅચમાં જ ધમાકેદાર રેકોર્ડ બનાવી લીધો છે. કોનવે ડેબ્યુ ટેસ્ટમાં સૌથી મોટી ઇનીંગ રમનાર ખેલાડી બની ગયો હતો. ઇંગ્લેન્ડ વિરુદ્ધ ગુરુવારે તેણે લોર્ડ્સ ટેસ્ટ મેચના બીજા દિવસે 155 રન બનાવતા જ આ ઉપલબ્ધિ હાંસલ કરી લીધી છે. 

રણજીત સિંહજીનો રેકોર્ડ તોડ્યો
રણજીત સિંહજીએ 125 વર્ષ પહેલા એટલે કે 1896માં ઇંગ્લેન્ડ તરફથી ડેબ્યુ મૅચમાં આઉટ થયા વગર 154 રન બનાવ્યા હતા. ડેવોને ઇંગ્લિશ જમીન પર ડેબ્યુ ટેસ્ટમાં 150 પ્લસની ઇનીંગ રમનાર ત્રીજા ખેલાડી છે. 1880માં ઇંગ્લિશ દિગ્ગજ WG ગ્રેસે પણ 152 રન બનાવ્યા હતા. કોનવે 200 રન બનાવીને આઉટ થયો હતો અને ન્યૂઝીલેન્ડે પોતાની પહેલી ઇનીંગમાં 378 રન બનાવ્યા હતા 

 

 

ડૅવોને વધાર્યુ વિરાટનું ટેન્શન 
ડૅવોને ડેબ્યુ ટેસ્ટ મેચમાં 150 કે તેનાથી વધારે રન બનાવનાર ત્રીજા કીવી બેટ્સમેન છે. આ પહેલા મેથ્યુ સિંક્લેયર અને હામિશ રદરફોર્ડે આ રેકોર્ડ બનાવ્યો છે. સિંક્લેયરે 1999માં વેસ્ટઇન્ડીઝ વિરુદ્ધ વેલિંગ્ટનમાં 214 રન બનાવ્યા હતા અને રદરફોર્ડે 2013માં 171 રન બનાવ્યા હતા. 

ડૅનોમે ટેસ્ટ મૅચમા પહેલા દિવસે જ સૌરવ ગાંગૂલીનો 25 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. ગાંગુલીએ 1996માં ઇંગ્લેન્ડ વિરુદ્ધ ડેબ્યુ મૅચમાં જ 131 રનની શાનદાર ઇનીંગ રમી હતી. 

દક્ષિણ આફ્રીકામાં જન્મેલ 29 વર્ષના કોનવેએ આ ઐતિહાસિક સ્થળ પર ડેબ્યુ મેચમાં જ શતક બનાવનાર દુનિયાનો છઠ્ઠો બેટ્સમેન છે. ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન હેરી ગ્રાહમે 1893માં ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટમાં 107 રન બનાવ્યા હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

Devon Conway cricketer ranjit singh ranjit singh test cricket sports
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ