તહેવારોમાં લાંચિયાઓને મોજ, ચાલુ વર્ષે 273 કેસ નોંધાયા

By : vishal 06:00 PM, 08 November 2018 | Updated : 06:00 PM, 08 November 2018
તહેવારોની સિઝનમાં ગુજરાતમાં લાંચ કેસની સંખ્યામાં વધારો થયો છે. ઓક્ટોબર મહિનામાં લાંચના 39 કેસ નોંધાયા છે જ્યારે નવેમ્બર મહિનાના પ્રથમ 6 દિવસમાં જ લાંચના 17 કેસ નોંધાયા છે. ચાલુ વર્ષે લાંચના કુલ 273 કેસ નોંધાયા છે. 

જેમાં 593 લોકો સામે લાંચના કેસ દાખલ કરવામાં આવ્યા છે. ACBએ ચાલુ વર્ષે રૂપિયા 71.66 લાખની રકમ લાંચ પેટે સ્વીકારાયેલી રકમ ઝડપી પાડી છે. મહત્વનું છે કે,  લાંચ માંગવામાં વર્ગ-3ના કર્મચારીઓ મોખરે છે. 

કુલ 593 લોકો સામે લાંચના કેસમાં 273 વર્ગ-3ના કર્મચારીઓ છે. તો લાંચિયા કર્મચારીઓ સામેના કેસમાં સૌથી વધુ અમદાવાદમાં 20 કેસ નોંધાયા છે. બીજા નંબરે બનાસકાંઠા જિલ્લામાં 18 કેસ જ્યારે ગાંધીનગરમાં 17 લાંચ કેસ નોંધાયા છે.

1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story