બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / In the epidemic the patient was robbed in a way that rarely goes unnoticed, the Supreme Court erupted and directed the states

આદેશ / મહામારીમાં દર્દી એવી રીતે લૂંટાતો હતો જ્યાં ભાગ્યે જ ધ્યાન જાય, સુપ્રીમ ભડકી અને રાજ્યોને આપ્યો નિર્દેશ

Nirav

Last Updated: 06:29 PM, 11 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના મહામારીમાં રાજ્યોની બેદરકારી અને લૂંટ સામે સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી હતી. સુપ્રીમે તમામ રાજ્યો એમ્બ્યુલન્સ સર્વિસ માટે વસૂલાતા ભાવને લઈને આકરું વલણ અપનાવ્યું હતું.

  • કોરોના મામલે કેન્દ્રની ગાઈડલાઇનને અનુસરવા આપી સૂચના 
  • કોવિડ દર્દીઓ માટે યોગ્ય એમ્બ્યુલન્સ ભાડું નક્કી કરવા કર્યો આદેશ 
  • કોવિડ દર્દીઓ માટે દરેક જિલ્લામાં પૂરતી એમ્બ્યુલન્સ ઉપલબ્ધ કરાવે રાજ્યો: સુપ્રીમ કોર્ટ 

કોરોના દર્દીઓ પાસેથી એમ્બ્યુલન્સ સર્વિસ માટે વધારે પૈસા વસુલવા અંગે તમામ રાજ્યોને યોગ્ય ભાડું નક્કી કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું છે કે તમામ રાજ્ય મહામારી સામે પહોંચી વળવા માટે કેન્દ્ર તરફથી જાહેર કરવામાં આવેલી એડવાઈઝરીથી બંધાયેલા છે અને તમામ રાજ્ય સરકારે સુનિશ્ચિત કરવું જોઈએ કે કોવિડ દર્દીઓને હોસ્પિટલ લઈ જવા માટે દરેક જિલ્લામાં પૂરતી સંખ્યામાં એમ્બ્યુલન્સ ઉપલબ્ધ કરાવવામાં આવે.

શું છે ભારતમાં કોવિડ અપડેટ? 

નોંધનીય છે કે હાલમાં ભારતમાં કોરોનાના કેસો 45 લાખના ટોટલ માર્કને ક્રોસ કરી ગયા છે, છેલ્લા અમુક દિવસોથી ભારતમાં રોજ દૈનિક 80000થી વધુ કોરોનાના કેસો નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 95 હજારથી વધુ કોવિડ કેસો નોંધાયા હતા, જે બાદ કુલ સંક્રમિતોનો આંકડો 45,68,770 થયો છે, જ્યારે કે દેશમાં કુલ મૃત્યુનો આંકડો 76,348 નોંધાયો છે. દેશમાં હાલમાં 35 લાખથી વધુ લોકો સાજા થઈને પરત ફર્યા છે જ્યારે કે 947628 કેસો સારવાર હેઠળ છે. 

જો કે રાહતની વાત છે કે દેશમાં હાલ રિકવરી રેટ 77 ટકાથી ઉપર છે અને કોરોનાના લીધે મૃત્યુનો દર દુનિયામાં સૌથી નીચો 1.7 ટકા જેટલો જ નોંધાયો છે. છતાં પણ ભારત હાલ વિશ્વમાં કુલ કેસોની સંખ્યામાં બીજા ક્રમ પર છે જે એક ચિંતાજનક બાબત છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Central Government Corona Virus Corona pandemic India State Government Supreme Court covid 19 covid treatment એમ્બ્યુલન્સ કોરોના વાયરસ સુપ્રીમ કોર્ટ order
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ