બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / ઈંગ્લિશના ચક્કરમાં 'પાપા કી પરી' સાથે દાવ થયો! લગ્ન પછી ખુલી પતિની પોલ, વીડિયોમાં છલકાયું દર્દ
Last Updated: 10:19 PM, 10 February 2025
અત્યારના આધુનિક યુગમાં અંગ્રેજીને એક મહત્વની ભાષા છે. જ્યારે કોઈ અંગ્રેજી ભાષા બોલતુ હોય છે ત્યારે તે ખૂબ પ્રભાવી લાગે છે. અંગ્રેજી બોલનારને પ્રિવલેજ પણ મળે છે. પરંતુ આ અંગ્રેજીના ચક્કરમાં લોકો છેતરપિંડીનો ભોગ પણ બને છે. જ્યારે તેમનો ભ્રમ તૂટે છે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. સોશિયલ મીડિયા પર પણ આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં મહિલા પોતાનું દુઃખ જણાવી રહી છે કે, અંગ્રેજીના કારણે તેનું જીવન બરબાદ થઈ ગયું.
ADVERTISEMENT
વીડિયોમાં એક મહિલા એમ કહેતી જોવા મળી રહી છે કે, લગ્ન પહેલા તેના પતિએ તેને અંગ્રેજીમાં તેના વર્ક પ્રોફાઇલ વિશે જણાવ્યું હતું. પરંતુ જ્યારે મહિલાના લગ્ન થયા ત્યારે તેને તેના પતિના કામ વિશે ખબર પડી. જ્યારે મહિલાને ખબર પડી કે તેનો પતિ શું કામ કરે છે ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. વીડિયોમાં દેખાતી મહિલાનું નામ શાલિની પંડિત છે અને તેને આ વીડિયો મનોરંજન માટે બનાવ્યો છે. જેને સત્ય સાથે કોઈ લેવાદેવા નથી.
ADVERTISEMENT
આ વાયરલ વીડિયોમાં શાલિની કહે છે કે અંગ્રેજીના કારણે તેનું જીવન બરબાદ થઈ ગયું . શાલિનીએ આગળ જણાવ્યું કે લગ્ન પહેલા તેને તેના પતિને પૂછ્યું હતું કે, તમે શું કામ કરો છો? જેથી તેના પતિએ કહ્યું કે મારી સંસ્થા ઓટોમોબાઈલ (બાઈક-કાર ક્ષેત્ર) માં કામ કરે છે. અને આગળ કહ્યું કે મને વાહનોની નીચે ચાર રાઉન્ડ એલિમેન્ટ હોય તેમા વપરાતા રબરમાં ખામીઓ દેખાય તેમા સોલ્યુશન પ્રોવાઈડ કરાવે છે.
આટલું બધું અંગ્રેજી સાંભળ્યા બાદ શાલિની તેના પતિથી પ્રભાવિત થઈ ગઈ. તેને લાગ્યું કે તે વ્યક્તિ ખૂબ ઊંચી પોસ્ટ પર કામ કરે છે. ઓટોમોબાઈલનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જો તે આટલું બધું અંગ્રેજી બોલે છે તો તે મોટો માણસ હશે જોઈએ. જેથી શાલિનીએ વિચાર કર્યા વગર લગ્ન માટે હા પાડી દીધી હતી. પરંતુ જ્યારે શાલિનીના લગ્ન થયા ત્યારે તેને ખબર પડી કે તેનો પતિ વાહનોના પંચર રિપેરિંગનું કામ કરે છે. તે જે ચાર એલિમેન્ટ વિશે વાત કરી રહ્યો હતો ત્યારે તે કારના ટાયરનો ઉલ્લેખ કરી રહ્યો હતો. આ વાયરલ વીડિયો શાલિનીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ @i_shalini_pandit પરથી શેર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં 62 લાખથી વધુ લોકોએ જોયો છે અને 2 લાખથી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.