ટોક્યો ઓલિમ્પિકનાં 11મા દિવસે ડિસ્કસ થ્રોમાં કમલપ્રીત કૌર પાસે મેડલની આશા હતી પણ 3 ફાઉલ થતાં ફાઇનલમાં છઠ્ઠા ક્રમ સુધી જ પહોંચી શકી.
ટોક્યો ઓલિમ્પિકનો 11મો દિવસ
ડિસ્કસ થ્રો ફાઇનલમાં કમલપ્રીત કૌર છઠ્ઠા સ્થાને રહી
3 થ્રો ફાઉલ થતાં ઈતિહાસ રચવાથી ચૂકી
ટોક્યો ઓલિમ્પિકના 11 દિવસે ભારતને ડિસ્કસ થ્રોમાં નિરાશા મળી છે. કમલપ્રીત કૌર ફાઇનલમાં છઠ્ઠા સ્થાને રહી છે. તેનું સર્વ શ્રેષ્ઠ પ્રદર્શન 63.70મીટરનું રહ્યું. જોકે હોકીમાં ભારત માટે સારી ખબર આવી રહી છે. મહિલા હોકી ટીમ ઈતિહાસ રચવામાં સફળ રહી છે. રાની રામપાલની કપ્તાની હેઠળની ટીમે ક્વાર્ટર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને 1-0થી હરાવ્યું છે. તેની સાથે જ પહેલી વખત મહિલા ટીમે ઓલમ્પિકના સેમી ફાઇનલમાં જગ્યા બનાવી છે.
3 ફાઉલ થતાં મેડલનું સપનું સાકાર ન થયું
ડિસ્કસ થ્રો ફાઇનલ ટેબલમાં કમલપ્રીત કૌરને ટોપ 10 માં સ્થાન મળ્યું છે. તેનું સર્વ શ્રેષ્ઠ પ્રદર્શન 63.70નું રહ્યું. કમલકમલપ્રીતના ત્રણ થ્રો ફાઉલ રહ્યા હતા તેણે મેડલ મેળવવા માટે 65.72મીટરથી વધુનો થ્રો કરવાનો હતો. પણ કમલપ્રીતના આ 5માં પ્રયાસમાં 61.37નો જ થ્રો રહ્યો હતો છઠ્ઠો થ્રો ફાઉલ રહ્યો હતો. જો ત્રણ થ્રો ફાઉલ ન પડ્યા હોત તો મેડલ સુધી પહોંચવામાં કમલપ્રીતને આસાની રહેત. ફાઇનલમાં 12 એથલીટમાંથી 6 સ્થાને પહોંવું પણ એક મોટી સિદ્ધિ કહેવાય. ઓલિમ્પિકમાં કમલપ્રીતનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. અને તેને દેશવાસીઓ વધાવી રહ્યા છે.