બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'ધર્મસ્વરૂપદાસે લગ્નની લાલચ આપી મને ફસાવી', પીડિતાએ વ્યક્ત કરી ખીરસરા મંદિરના સ્વામીઓની કરતૂત
Last Updated: 03:41 PM, 24 June 2024
ખીરસરા ગામ ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી સામે દુષ્કર્મ કેસમાં પીડીતાએ વીટીવી સમક્ષ આપવીતી જણાવી છે ...
ADVERTISEMENT
પીડિતાએ કહ્યું કે તે સોશિયલ મીડિયાના માધ્યમથી સ્વામીના સંપર્કમાં આવી હતી.વધુમાં તેને ભોળવીને ધરમ સ્વરૂપદાસ સ્વામીએ તેનો ફાયદો ઉઠાવી લગ્નની લાલચ આપી તેનું શારીરીક શોષણ કર્યુ હોવાનું યુવતીએ જણાવ્યું
તેણે કહ્યું કે સ્વામી અન્ય યુવતીઓને પણ ફસાવે છે અને શોષણ કરે છે આવા સ્વામીઓ સામે કડક કાર્યવાહી થવી જોઇએ તેવું યુવતીએ જણાવ્યું છે.
ADVERTISEMENT
ધરમ સ્વરૂપદાસ સ્વામી પર આરોપ છે કે ઉપલેટા તાલુકાના ખીરસરા ગામે સ્વામિનારાયણ ગુરુકુળના ધર્મસ્વરૂપદાસ સ્વામીએ ફેસબુક મારફત યુવતી સાથે મિત્રતા કેળવી પ્રેમજાળમાં ફસાવી ખોટા લગ્નનું નાટક કરી તેની સાથે અવાર-નવાર ઇચ્છા વિરુદ્ધ શરીર સંબંધ બાંધી યુવતીને સગર્ભા બનાવી હતી. એવો આરોપ છે કે આ પછી ધર્મસ્વરૂપદાસ સ્વામીએ હોસ્ટેલના સંચાલક મયૂર કાસોદરિયા સાથે પ્રેગ્નન્સી કિટ અને ગર્ભપાતની દવા મોકલાવી યુવતીની ઇચ્છા વિરુદ્ધ ગર્ભપાત કરાવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.