ભાજપે વર્તમાન સદસ્ય ગીતા વસાવાના નવયુવાન પુત્રી હીનલ વસાવાને ટીકીટ આપી હતી પરંતુ તેઓને જનતાએ નકારી કાઢી કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રિકા વસાવા પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો.કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રિકા વસાવાને 1341 તેમજ ભાજપના ઉમેદવાર હીનલ વસાવાને 1196 મત મળ્યા હતા.
વોર્ડ નંબર 5 રાજપીપલા નગરપાલીકા નો સૌથી મોટો વોર્ડ છે જેમાં 4579 પૈકી 2559 મતદારોએ મતદાન કર્યું હતું.કુલ 55.79% મતદાન થયું હતું.નીરસ મતદાન થતા મતોનાં ગણિતમાં. ભાજપે હાર સહન કરવી પડી હતી.આજના પરિણામ બાદ ભાજપ માટે પાલીકાનો વહીવટ લોઢાના ચણા સમાન સાબિત થશે.28 સદસ્યોની પાલિકામાં ભાજપના 4 સદસ્યોના કથિત રાજીનામાં પ્રકરણ હાલ હાઈકોર્ટમાં છે.
ત્યારે હાલની સભ્ય સંખ્યા 24 છે તેમાં ભાજપ પાસે હાલ 12 સભ્યો છે કોંગ્રેસ પાસે આજની જીત બાદ 12 સભ્યો થતા ટાઈ પડી છે.અને હવે પાલિકા પ્રમુખ માટે કોઈ મહત્વના નિર્ણયો લેવા આસાન નહીં હોય.
ઉલ્લેખનીય છે કે 2015 માં સ્થાનિક સ્વરાજ્યોની ચૂંટણીઓમાં જિલ્લા પંચાયત અને 4 તાલુકા પંચાયતોમાં સત્તા ગુમાવી હતી.માત્ર 1 તાલુકા પંચાયત અને પાલિકામાં સત્તા મેળવી હતી.બાદમાં બે ધારાસભ્યોની પણ હાર થઇ હતી.હવે પાલિકામાં પણ ટાઈ પડતા ભાજપ માટે નર્મદામાં કપરા ચઢાણ સાબિત થશે.