In the 2022 Assembly elections in Uttar Pradesh, CM Yogi Aditya Nath will contest from Ayodhya.
UP ELECTION /
મથુરા નહીં, આ હાઇપ્રોફાઇલ સીટથી ચૂંટણી લડી શકે છે યોગી, આખા યુપીમાં પડશે અસર
Team VTV05:42 PM, 12 Jan 22
| Updated: 06:01 PM, 12 Jan 22
ઉત્તર પ્રદેશ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં સીએમ યોગી આદિત્યનાથ અયોધ્યાથી ચૂંટણી લડશે.
ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી થઇ છે જાહેર
ભાજપમાં ટિકિટની વહેંચણીને લઈને મંથન
યોગી આદિત્યનાથ અયોધ્યાથી લડશે ચૂંટણી
ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થતા ભાજપમાં ટિકિટની વહેંચણીને લઈને મંથન શરૂ થઈ ગયું છે. સીએમ યોગી આદિત્યનાથ ક્યાંથી ચૂંટણી લડશે તેને લઇને ચર્ચાઓનો દોર શરુ થયો છે. જો કે મોટા ભાગના લોકો માની રહ્યા છે તેઓ અયોધ્યા અથવા મથુરાથી ચૂંટણી લડશે. પરંતુ સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે ભાજપ ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથને અયોધ્યા સીટ પરથી વિધાનસભા ચૂંટણીમાં ઉતારવાની તૈયારી કરી રહ્યું છે.મંગળવારે દિલ્હીમાં કોર કમિટીની બેઠક મળી હતી. જેમાં સીએમ યોગી આદિત્યનાથ પણ તેમના બંને ડેપ્યુટી સીએમ સાથે હાજર હતા. પાર્ટીના એક નેતાએ જણાવ્યું કે દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં સીએમ યોગી આદિત્યનાથ કઈ સીટ પરથી ચૂંટણી લડશે તે અંગે પણ ચર્ચા થઈ હતી. પાર્ટીના નેતાએ કહ્યું કે સીએમ યોગી આદિત્યનાથને અયોધ્યામાંથી ઉતારીને સમગ્ર રાજ્યમાં હિન્દુત્વનો સંદેશો પહોંચાડવામાં આવશે.
હિંદુત્વનો છે મોટો ચહેરો
ભાજપ સાંસદ હરનાથ યાદવે પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાને પત્ર લખીને સીએમ યોગીને મથુરાથી ચૂંટણી લડાવવાની માંગ કરી હતી. તેણે લખ્યું હતું કે ભગવાન કૃષ્ણ મારા સપનામાં આવ્યા હતા અને કહ્યું હતું કે સીએમ યોગીને મથુરાથી લડવામાં આવે. મહત્વનુ છે કે ગોરખપુરથી પાંચ વખત સાંસદ રહી ચૂકેલા સીએમ યોગી આદિત્યનાથને હિન્દુત્વનો મોટો ચહેરો માનવામાં આવે છે. મઠ બાદ હવે અયોધ્યામાં તેમના આગમનથી ભાજપને નવો વેગ મળી શકે છે. તેમને મથુરા કે અયોધ્યાથી ચૂંટણીમાં ઉતારવાની ચર્ચાઓ પહેલાથી જ ચાલી રહી હતી.
અયોધ્યા લડાઈ કરીને મોટો સંદેશ આપવાની તૈયારી કરી રહ્યા છે યોગી
ભાજપ આ વખતે કાશી, મથુરા અને અયોધ્યાને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ ચાલી રહ્યું છે, જ્યારે કાશીમાં વિશ્વનાથ ધામ કોરિડોરનું નિર્માણ કરવામાં આવ્યું છે. મથુરામાં પણ યુપી સરકારે ઘણા પ્રોજેક્ટ શરૂ કર્યા છે. પાર્ટીના એક નેતાએ કહ્યું, 'ગોરખપુરની સીટને સીએમ યોગી આદિત્યનાથ સાથે જોડીને જોવામાં આવી છે. પરંતુ ધાર્મિક દૃષ્ટિકોણથી અયોધ્યાનું મહત્વ ઘણું વધારે છે. જો તે અયોધ્યાથી લડશે તો સંદેશ જશે કે ભાજપે પોતાના રાજકીય ઉદ્દેશ્યો પૂરા કરવા માટે તેના મૂળભૂત સિદ્ધાંતો સાથે સમાધાન કર્યું નથી.
યુપી ચૂંટણીમાં 270 થી 290 સીટો મળવાનો અંદાજ
ભાજપ ફરી એકવાર રાજ્યમાં સત્તામાં આવવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. પાર્ટીના નેતાએ કહ્યું કે રાજ્ય સરકારની કામગીરી અને કેન્દ્રની યોજનાઓને કારણે પાર્ટી ફરી એકવાર 270 થી 290 બેઠકો જીતવાની સ્થિતિમાં છે. તેમણે કહ્યું કે ચૂંટણી અનેક તબક્કામાં યોજાવાની છે. તેથી દરેક પગલા પછી સ્થિતિમાં તફાવત હોઈ શકે છે. પાર્ટીના નેતાએ કહ્યું કે અમે ફરી એકવાર યુપીમાં સરળ જીતની આશા રાખીએ છીએ.