ટેલિવૂડ / તારક મહેતામાં 3 વર્ષ બાદ થશે દયાભાભીની વાપસી? આ રીતે થઈ શકે છે શોમાં ધમાકેદાર એન્ટ્રી

in Tarak Mehta Ka Ooltah Chashmah daya ben coming back

ટીવી જગતના સૌથી પોપ્યુલર શો તારક મહેતા કા ઉલટા ચશ્મા 12 વર્ષથી દર્શકોના દિલ પર રાજ કરી રહ્યો છે અને દર્શકોને હસાવી રહ્યો છે. આ ફેમિલી શો નાના બાળકોથી લઈને મોટાઓ અને વૃદ્ધોને પણ ખૂબ જ પસંદ છે. પરંતુ સૌથી વધુ પસંદ કરાતી એક્ટ્રેસ દયાબેનની એટલે કે દિશા વાંકાણી લાંબા સમયથી શોથી દૂર છે. જેની રાહ આજે પણ તેમના દર્શકો જોઈ રહ્યાં છે. દયાબેન ત્રણ વર્ષથી આ શોથી દૂર છે. તેણે સપ્ટેમ્બર 2017માં મેટરનિટી લીવ લીધી હતી, જોકે એ પછી તેણે શોમાં ક્યારેય વાપસી ન કરી. જોકે, ત્યારબાદ દયાબેનની વાપસીને લઈને અનેક અપડેટ આવતા રહ્યાં. પણ કોઈપણ ખબર સાચી હોતી નથી. જોકે, હવે દયાબેનને લઈને હિંટ મળી રહ્યાં છે. હવે લાગે છે કે તે શોમાં જલ્દી એન્ટ્રી કરશે. શો દ્વારા સતત આ મામલે હિંટ આપવામાં આવી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ