બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરત / ઉત્તરાયણમાં માતા-પિતા રહો સાવધાન, પતંગની લહાયમાં બાળકે જીવ ગુમાવ્યો, પતંગની દોરી અડતા ધડાકો
Last Updated: 02:50 PM, 9 January 2025
ઉત્તરાયણના તહેવારમાં દોરીથી વાહનચાલકોને ઈજા થવાની કે અન્ય બીજા અકસ્માતોની ઘટનાઓ છાશવારે બનતી હોય છે. પણ સુરતમાં એક એવી ઘટના ઘટી છે, જે માતા-પિતા માટે ચિંતા ઉપજાવનારી છે.
ADVERTISEMENT
પતંગ હાઈટેન્શન વીજલાઈનમાં જઈને ફસાઈ ગયો
સુરતના સચિન જીઆઈડીસીમાં પતંગ ચગાવતા બાળકનું કરૂણ મોત થયું છે. મળતી માહિતી મુજબ પ્રિન્સ ચૌધરી નામનો 13 વર્ષીય બાળક ધાબા પર પતંગ ઉડાવી રહ્યો હતો. તે દરમિયાન પતંગ હાઈટેન્શન વીજલાઈનમાં જઈને ફસાઈ ગયો. પતંગ નીકાળવાનો પ્રયાસ કરવા જતા બાળકે જેવી દોરીને અડી કે વીજળીના જોરદાર કરંટથી ધડાકો થયો અને બાળક ઉછળીને પટકાયો હતો.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ VIDEO: બ્રિજરાજ દાન અને દેવાયત ખવડ વચ્ચે ફરી તિરાડ, કહ્યું હવે માફી માગું તો ડાયરા મૂકી દઈશ
વીજના કારણે ગંભીર રીતે દાઝી ગયેલા બાળકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો. જ્યાં એક દિવસની ટૂંકી સારવાર પછી પ્રિન્સ ચૌધરી મોતને ભેટ્યો. ત્યારે આ ઘટનાને લઇ પરિવારમાં શોકનો માહોલ ફરી વળ્યો હતો. ત્યારે આ ઘટનાને લઇ સચીન જીઆઇડીસી પોલીસે અક્સ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT