બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / વડોદરાના સમાચાર / સુરત અને વડોદરામાં ગરમીએ ભૂક્કા બોલાવી દીધા, લીધા 24 લોકોના જીવ, કોઇક ગભરામણ તો કોઇક હાર્ટ એટેકથી...!

હીટવેવ / સુરત અને વડોદરામાં ગરમીએ ભૂક્કા બોલાવી દીધા, લીધા 24 લોકોના જીવ, કોઇક ગભરામણ તો કોઇક હાર્ટ એટેકથી...!

Last Updated: 10:02 AM, 24 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં વધી રહેલ ગરમીને લઈ લોકોનાં સ્વાસ્થ્ય પર પણ અસર પડી રહી છે. ત્યારે વડોદરા તેમજ સુરતમાં રેકોર્ડ બ્રેક ગરમીનાં કારણે લોકો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. ત્યારે વડોદરામાં 5 વ્યક્તિ અને સુરતમાં 19 લોકોનાં મોત નિપજ્યા છે.

રાજ્યમાં વધી રહેલ ગરમીને પગલે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તો બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે. તો અમદાવાદ સિવિલ સહિત રાજ્યનાં મહાનગરોની હોસ્પિટલોએ હીટવેવનો ભોગ બનેલ દર્દીઓ માટે હોસ્પિટલમાં અલગ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. જ્યાં દર્દીને તાત્કાલીક સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

Heatwave

વડોદરામાં ગભરામણ અને હાર્ટએટેકના કારણે 5 વ્યક્તિના મૃત્યુ

વડોદરામાં રેકોર્ડબ્રેક 45 ડિગ્રી ગરમીમાં શહેર શેકાયું છે. વડોદરામાં ગભરામણ અને હાર્ટ એટેકનાં કારણે 5 વ્યક્તિનાં મૃત્યું નિપજ્યા છે. વર્ષ 2016 માં વડોદરામાં 44.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગઈકાલે તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. આકરી ગરમીનાં કારણે રોનાલ્ડ રોય (ઉ.વર્ષ.23) દિલીપ કાકરે (ઉ.વર્ષ.65), નવીન વસાવા (ઉ.વર્ષ.75), શાંતાબેન મકવાણા (ઉ.વર્ષ.63), પીટર સેમ્યુઅલ (ઉ.વર્ષ.47) નુ મૃત્યું થતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

વધુ વાંચોઃ સ્માર્ટ મીટરના વિવાદ વચ્ચે ગુજરાતના ઉર્જા વિભાગે લીધો મહત્વનો નિર્ણય, રિચાર્જમાં અપાઇ આ રાહત, જાણો શું

છેલ્લા 48 કલાકમાં ગરમીથી 19 લોકોના થયા મોત

સુરતમાં આકરી ગરમીની અસર વર્તાઈ રહી છે. ત્યારે સુરતમાં હીટવેવથી શહેરમાં 9 થી વધુનાં મોત થયા હતા. છેલ્લા 48 કલાકમાં ગરમીથી 19 લોકોનાં મોત થયા હતા. તમામ મૃતકો 36 થી 48 વર્ષની વયનાં હોવાનો ખુલાસો થવા પામ્યો છે. આ તમામ લોકોનાં ગભરામણ તેમજ બેભાન થઈ જવાની ફરિયાદ બાદ મોત થયા હતા. મહાનગરપાલિકા અને પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. આશ્રય વિહોણાં 146 થી વધુ લોકોને શેલ્ટર હોમમાં ખસેડાયા છે. તેમજ ફૂટપાથ પર રહેતા લોકો હીટવેવનો શિકાર ન બને તે માટે કામગીરી કરાઈ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Heatwave in Surat Heatwave health effects
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ