બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / ચાલુ ટ્રેને વૃદ્ધ ચડવા ગયા, અને પગ લપસ્યો, ત્યાં જ થઇ GRP જવાનની એન્ટ્રી, પછી શું થયું, જુઓ Video
Last Updated: 12:45 PM, 13 February 2025
ટ્રેન-પ્લેટફોર્મ પર છાશવારે ઘટનાઓ સર્જાતી હોય છે. ત્યારે તાજેતરમાં સુરત ટ્રેન-પ્લેટફોર્મ પર જીવ જતી ઘટના સર્જાઇ હતી. જોકે આ ઘટનામાં વૃદ્ધનો જીવ બચી ગયો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT
સુરતના રેલવે સ્ટેશન પર વૃદ્ધ ટ્રેન-પ્લેટફોર્મ વચ્ચે ફસાયા હતા. જેમાં ચાલુ ટ્રેનમાં ચડવા જતા વૃદ્ધનો પગ લપસી ગયો હતો. જે બાદ ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે ફસાઈ જતા આસપાસના લોકો અને જીઆરપી જવાને વૃદ્ધને બચાવ્યા હતા.
આ પણ વાંચો: ગુજરાત કેડરના બે IAS અધિકારીની LBSNAA સિવિલ સર્વિસીઝ ટ્રેનિંગ સેન્ટર ખાતે બદલી
મળતી માહિતી મુજબ ઇન્દોર એક્સપ્રેસમાં ચઢતા સમયે વૃદ્ધનો પગ લપસી જતા આ ઘટના સર્જાઇ હતી. જેમાં સમય સુચકતા દાખવી GRP જવાને વૃદ્ધને બચાવ્યા હતા. અને વૃદ્ધને ચાલુ ટ્રેન વચ્ચે ખેંચીને બહાર કાઢ્યા હતા. જેના કારણે વૃદ્ધનો જીવ બચી જવા પામ્યો હતો. ત્યારે રેલવે સ્ટેશન પર બનેલી આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.