Team VTV08:46 PM, 21 Jan 23
| Updated: 08:47 PM, 21 Jan 23
સુરતમાં ગેમની હાર-જીત થતા સગીરને તેના મિત્ર તેમજ તેના ભાઈએ ભેગા મળી હત્યા કરી દીધી હતી. જે બાબતે પોલીસે મનુષ્યવધનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહિ હાથ ધરી છે.
સુરતના ઉના ભીંડી બજાર વિસ્તારમાં રહેતા સગીર યુવકને ઓક્ટોમ્બર મહિનામાં હત્યા થઈ હતી. જે મામલે આજે પોલીસે મનુષ્યવધનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહિ હાથ ધરી છે. ત્યારે ગેમની હાર-જીતમાં સગીરના મિત્ર તેમજ તેના ભાઈએ ભેગા મળી સગીર યુવકની હત્યા કરી હતી.
બેભાન થઈ જતા સારવાર અર્થે ખસેડાયો હતો
મળતી માહિતી મુજબ સુરતના ઉન વિસ્તારમાં રહેતો સગીર 17 ઓક્ટોમ્બરના રોજ તેના મિત્ર સાથે રમવા ગયો હતો. ત્યારે તે રમતા રમતા અચાનક તેના મિત્ર સાથે બોલાચાલી થઈ હતી. જે બાદ તે બેભાન થઈ જતા તેને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
પીએમ રિપોર્ટ બાકી હોઈ મોતનું કારણ જાણી શકાયું ન હતું.
ત્યારે પાંડેસરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. બાળકનો પીએમ રિપોર્ટ બાકી હોઈ મોત કઈ રીતે થયું તે જાણી શકાયું ન હતું. પરંતું મરનારની માતાએ પાંડેસરા પોલીસ મથકમાં તેના મિત્ર અને તેના ભાઈ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે તેના પુત્ર અને તેના મિત્ર વચ્ચે ફ્રી ફાયર ગેમ બાબતે બોલીચાલી થઈ હતી. ત્યારે તેનો મિત્ર અપશબ્દો બોલ્યો હતો. તેમજ તે કરાટે જાણતે હોઈ મારા પુત્રનાં ગળું પકડી માથામાં મુક્કો મારતા તેનું મોત નિપજ્યું હોવાનં જણાવ્યું હતું.
ઓક્ટોમ્બરમાં થયેલ હત્યાનો ભેદ ઉકેલાતા ફરિયાદ નોંધાઈ
પાંડેસરા પોલીસે સગીર યુવકના મોત મામલે મરનારની માતાની ફરિયાદના આધારે બંને ભાઈઓ વિરૂદ્ધ મનુષ્યવધનો ગુનો નોંધી આગળની કાર્યવાહિ હાથ ધરી હતી. ત્યારે ઓક્ટોમ્બરમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાતા તેની ફરિયાદ આજે નોંધાવવા પામી છે.