બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / ધીરુએ રસીલાને ધરના ધાબે મળવા બોલાવી, પછી સીધી લાશ જ મળી
Last Updated: 11:37 PM, 21 June 2025
Surat crime News : સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો સુરતમાંથી પ્રકાશમાં આવ્યો છે. અજાણ્યા સાથે દોસ્તી કરી સંબધો ઘર સુધી લાવો તો ખરાબ પરિણામો આવી શકે છે. સુરતના કામરેજમાં પરણિત મહિલાને બિલ્ડીંગના પાંચમા માળે મળવા બોલાવી નીચે ફેંકી દીધી હતી. નીચે પટકાયેલી પરણિતાના શ્વાસ હજી ચાલતા હતા છતાં આરોપી ઈજાગ્રસ્ત પરણિતાને નજીક આવેલ ખેતર સુધી ઘસડી ગયો હતો. જ્યાં પરણિતાનું મોત થયું ત્યારબાદ આરોપીએ ચાલતી પકડી હતી. જોકે મૃતકની દીકરીની ફરિયાદ બાદ શકમંદ આરોપીને કામરેજ પોલીસે ઝડપી પાડ્યો હતો. જેની પૂછપરછ કરતા આરોપીએ જે કબૂલાત કરી એ ચોકાવનારી હતી.
ADVERTISEMENT
આરોપી ધીરૂ ચુડાસમાએ કર્યો કાંડ
આરોપીનું નામ ધીરુ લક્ષમણ ચુડાસમા છે. ધીરુ ચુડાસમાએ 20 જૂનની રાત્રે કામરેજ શ્યામ સુંદર એપાર્ટમેન્ટના ધાબે રસીલા ચુડાસમા નામની પરણિત મહિલાને ટેરેસ પર બોલાવી હતી. પરણિતા પણ ધીરુના એક ફોનથી બાળકોને ઊંઘતા મૂકી પોતાના એપાર્ટમેન્ટના ધાબે પ્રેમીને મળવા માટે પહોંચી હતી. જ્યાં આરોપી ધીરુ સાથે કોઈ કારણસર ઝગડો થતા આરોપીએ રસીલાને પાંચમા માળેથી નીચે ફેંકી દીધી હતી. સ્થાનિકો કઈ સમજે તે પહેલા ધીરુ બિલ્ડીંગ પરથી ફટાફટ નીચે ઉતરી નીચે પાટકાયેલી રસીલા પાસે પહોંચી ગયો હતો. ચેક કરતા રસીલા હજી જીવતી હોવાથી આરોપી તેને ઈજાગ્રસ્ત હાલતમાં ખેંચી નજીકના ખેતરમાં લઇ ગયો જ્યાં પરણિતાનું મોત ન થઇ જાય ત્યાં સુધી તેની પાસે બેસી રહ્યો હતો.
ADVERTISEMENT
આ પણ વાંચો : BRTS બસની અંદર બેઠેલા મુસાફરને ખોલવી પડી છત્રી, જોત જોતામાં વાયરલ થઇ ગયો વીડિયો
રસીલા પ્રેમીને મળવા પહોંચી હતી
ADVERTISEMENT
રસીલાનું મોત થતા આરોપી ધીરુ ત્યાંથી ભાગી ગયો હતો. જોકે સ્થાનિકો ભેગા થઇ સુરત કંટ્રોલ રૂમને ઘટનાની જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પ્રાથમિક તપાસમાં હત્યા લાગતા પોલીસ કામે લાગી હતી. સુરત ગ્રામ્ય એલ. સી. બી અને કામરેજ પોલીસની અલગ અલગ ટિમ તપાસમાં જોડાઇ અને મૃતકની દીકરીની ફરિયાદ લઇ તેની પૂછપરછ કરતા મૃતકની દીકરીએ પોલીસને કહ્યું કે, પાંચ વર્ષ પહેલા પીપોદરા નજીક લિડિયાત ગામે વાડીમા રહેતા હતા અને મમ્મી પપ્પા શાકભાજી વેંચતા ત્યારે ધીરુ ચુડાસમા નામનો ઈસમ અમારા ઘરે આવતો અને એના કારણે પપ્પા મમ્મીમાં ઝગડો થતા હતા. પપ્પા મમ્મીને છોડીને ગામ અમરેલી જતા રહ્યા હતા. ત્યારબાદ મારો નાનો ભાઈ, નાની બેન અને મમ્મી કામરેજ ખાતે રહેવા આવી ગયા હતા. ત્યાં પણ ધીરુ વારંવાર આવતો હતો. બસ આ ધીરુનું નામ શકમંદ તરીકે મળતા પોલીસે તેને ઝડપી લઇને પુછપરછ કરી હતી.
બંન્ને વચ્ચે આડા સંબંધો હતા
ADVERTISEMENT
પુછપરછમાં ધીરુ અને મૃતક પરણિતા રસીલા વચ્ચે આડા સબંધ હોવાનું સામે આવ્યું હતું. 20 જૂનની રાત્રે ધીરુ તેને તેની બિલ્ડીંગના ટેરેસ પર મળવા આવ્યો હતો. જ્યાં બંને વચ્ચે ઝગડો થતા ધીરુ એ રસીલાને આવેશમાં આવીને નીચે ફેંકી દીધી હતી. અને નીચે પડવાથી ગંભીર ઇજા ના કારણે મોત થતા તે ભાગી ગયો હતો. ધીરુ ચુડાસમાના કારણે પરણિતા એ પહેલા પતિથિ અલગ થવું પડ્યું અને પછી પોતાની જિંદગી ગુમાવવાનો વારો આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.