બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / શેર-સટ્ટામાં આ લોકો હોય છે કિંગ, જેના હાથમાં હોય છે રાહુ રેખા, જીવે છે રાજા જેવું જીવન
Last Updated: 02:18 PM, 12 July 2024
શાસ્ત્ર મુજબ હથેળીમાં રહેલી રેખાઓ શુભ અને અશુભ પરિણામ તરફ ઈશારો કરે છે. આ રેખાઓ મુજબ વ્યક્તિના જીવન પર અસર પડતી હોય છે. વ્યક્તિનું સામાજિક, આર્થિક જીવન કેવું રહેશે તેનો અંદાજો પણ આ રેખાઓ ઉપરથી લગાવી શકાય છે. આવી જ એક રેખા હોય છે રાહુ રેખા. જો આ રેખા હથેળીમાં સ્પષ્ટ અને એકદમ સાફ હોય તો તેવા વ્યક્તિઓને અનેક સુખની પ્રાપ્તિ થાય છે. તેમને સટ્ટામાં, લોટરીમાં ધન લાભ થઈ શકે છે. માન સન્માન પણ મળે છે. આવો જાણીએ આ રાહુ રેખા વિશે.
ADVERTISEMENT
હથેળીમાં મંગળથી નીકળી આ રેખા જીવન અને ભાગ્યની રેખામાં થઈને મસ્તિષ્ક રેખાને સ્પર્શે છે. અથવા તેમાંથી પસાર થઈને હૃદય રેખા સુધી જાય છે. હથેળીમાં રાહુ રેખા એકથી વધુ પણ હોઈ શકે છે.
ADVERTISEMENT
વધુ વાંચો : ચોમાસામાં ખોળાની સમસ્યા થશે દૂર, બ્યુટી પ્રોડક્ટના બદલે માથામાં લગાવો રસોડાની આ વસ્તુઓ
જો કોઈ વ્યક્તિના હાથમાં એકથી વધુ રાહુ રેખા હોય અને તે બધી જ રેખા સ્પષ્ટ હોય તો તેને શુભ માનવામાં આવે છે. આવા લોકોને પ્રશાસનિક પદ મળી શકે છે. આ લોકોને સટ્ટા બજારમાં કે લોટરીમાં પૈસાનો લાભ થાય છે. તેમને રાજનીતિમાં પણ સફળતા મળે છે.
જો હથેળીમાં રાહુની રેખા એકદમ સ્પષ્ટ હોય તેના પર કોઈ નિશાન ન હોય તો તેવા વ્યક્તિને ખૂબ માન સન્માન મળે છે. આવા લોકોને દેશ અને વિદેશમાંથી પણ પૈસા અને કીર્તિની પ્રાપ્તિ થાય છે. અન્ય ભૌતિક સુખ પણ મળે છે.
જે વ્યક્તિની હથેળીમાં મસ્તિષ્ક રેખા કે તેની કોઈ શાખા બુધ પર જાય અને ત્યાં દ્વીપ બને તો તેને પણ શુભ સંકેત માનવામાં આવે છે. તેમનું વ્યક્તિત્વ પ્રભાવશાળી હોય છે. તે અસહજ સ્થિતિમાં પણ શાંત બની રહે છે.આવા લોકોને રાજનીતિમાં જોરદાર સફળતા મળે છે. જીવનમાં ધનની પ્રાપ્તિ થાય છે.
(Disclaimer: અહીંયા આપેલી માહિતી સામાન્ય જાણકારીઓ અને માન્યતાઓ પર આધારિત છે. VTV ન્યૂઝ તેની પુષ્ટિ નથી કરતુ.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ધર્મ / આ લોકોના નસીબમાં નથી હોતો પ્રેમ, કુંડળીમાં આ ગ્રહો અને યોગને કારણે દર વખતે તૂટી જાય છે દિલ!
Priyankka Triveddi
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.