ગાંધીનગરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગ ગાંધીનગરના સેક્ટર 30માં લાગી હતી. જોકે આગે ધીમે ધીમે ભયંકર રૂપ લેતા ચાર દુકાનોમાં પણ આગ પ્રસરી હતી. ત્યારબાદ ફાયટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો.
સમગ્ર ઘટના વિશે જણાવીયે તો ગાંધીનગરના સક્ટર 30માં આગ લાગી હતી. આગ લાગતાં તરત કોઇ પગલાં ન લેતાં આગે ભયંકર સ્વરુપ ધારણ કર્યુ હતુ.
જોકે સ્થાનિકોએ આ અંગે તંત્રને જાણ કરતા પોલીસ અને ફાયર વિભાગના ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમજ ફાયર ફાયટરોએ આગને કાબૂમા કરી હતી.
આ આગ કેવી રીતે લાગી તેનું કારણ જાણવા માટે FSL ટીમની મદદ લોવામાં આવી છે. FSLનો રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે કે આ આગ કેવી રીતે લાગ હતી.