રાજ્યમાં ટ્રાફિકનો નવો કાયદો લાગૂ થયા બાદ અનેક જિલ્લાઓમાં વાહન ચાલક અને પોલીસ વચ્ચે બબાલની ઘટના સામે આવેછે. ત્યારે હવે સાબરકાંઠામાં વાહન ચાલકના ગુસ્સાનો શિકાર ટ્રાફિક પોલીસકર્મી બન્યા.પોલીસે વાહન ચાલકને રોકતા હોબાળો થયો.ડૉક્યુમેન્ટ હોવા છતા દંડ લેવામાં આવતો હોવાનો ચાલકે દાવો કર્યો છે.પોલીસ માત્ર મેમો આપવાનો પ્રયાસ કરાતો હોવાનો ચાલકે દાવો કર્યો છે.પોલીસ અને RTOની મિલીભગતનો વાહન ચાલકે આક્ષેપ કર્યો છે.પોલીસ અને વાહન ચાલક વચ્ચે થયેલી માથાકૂટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.