સંસદ / નાગરિકતા બિલ મુદ્દે મોદી સરકારને નિષ્ફળ કરવા એકજૂથ થયેલી વિપક્ષનું ગણિત છેલ્લી ઘડીએ કેમ બગડ્યું?

In Rajya Sabha Citizenship Bill Vote Opposition Tally Below Expectation

નાગરિકતા સંશોધન બિલ સંસદમાં પાસ થઈ ગયું છે. બુધવારે લગભગ 8 કલાક સુધી રાજ્યસભામાં ભારે ચર્ચા બાદ આ બિલને લઈને વોટિંગ કરવામાં આવ્યું હતું અને 125 સાંસદોએ તેના સમર્થનમાં વોટ આપ્યા હતા. જે બાદ બિલ રાજ્યસભામાં પાસ થઈ ગયું. જ્યારે બિલના વિરોધમાં 99 વોટ પડ્યા હતા. વોટિંગ દરમિયાન વિપક્ષી એકતા પણ વિખેરાયેલી જોવા મળી હતી. હકીકતમાં વિપક્ષને આશા હતી કે બિલના વિરોધમાં લગભગ 110 જેટલા સાંસદ વોટ કરશે પરંતુ આ આંકડો 99 પર જ રોકાઈ ગયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ