રાજકોટમાં વધ્યો ગુનાખોરીનો ગ્રાફ, વેપારીઓ પાસેથી ગુનાખોર શખ્સો માગી રહ્યા છે પ્રોટેક્શન મની
રાજકોટમાં ગુનાખોરીના ગ્રાફ વધ્યો
વેપારી પાસેથી માંગ્યા પ્રોટેક્શન મની
કિશન ગઢવી સામે વેપારીએ નોંધાવી ફરિયાદ
રાજકોટ હવે રંગીલુ રહ્યુ નથી કારણ કે અહીં ચાલી રહ્યું છે ગુંડાઓનું રાજ.. જી હા, રંગીલા રાજકોટમાં કેટલાક ગુનાખોર તત્વો તરખાટ મચાવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે. ત્યારે હવે રાજકોટમાં વેપારી પાસેથી કુખ્યાત શખ્સોએ પ્રોટેક્શન મની માગ્યા હોવાનું સામે આવ્યુ છે.
2.5 લાખ પ્રોટેક્શન મની માગ્યા
રાજકોટમાં કેટલા ગુનાખોર તત્વોનો ત્રાસ વધી ગયો છે. કાપડના વેપારી પાસેથી કુખ્યાત શખ્સ દ્વારા પ્રોટેક્શન મની માગવામાં આવ્યા. દુકાન ચલાવવા માટે 2.5 લાખ રુપિયાની માગણી કરવામાં આવી. કિશન ગઢવી નામના શખ્સે વેપારી પાસેથી પ્રોટેક્શન મની માગ્યા. ત્યારે ખરેખર રાજકોટમાં કાયદો અને વ્યવસ્થા કથળી હોય તેમ લાગી રહ્યું છે. કુખ્યાતો બેફામ દાદાગીર કરી રહ્યા છે. વેપારીઓ ડરાવી અને ધમકાવી રહ્યા છે.
વેપારીએ નોંધાવી ફરિયાદ
રાજકોટમાં કિશન ગઢવી નામના શખ્સ સામે વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેઓએ ફરિયાદમાં જણાવ્યુ કે કિશન ગઢવી છેલ્લા 4 મહિનાથી વેપારીઓને પરેશાન કરી રહ્યો છે. આખરે કંટાળીને વેપારીએ હિંમત ભેગી કરી માલવિયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. એક તરફ કોરોનાને કારણે આર્થિક મંદી સહન કરી રહેલા વેપારીઓ પૈસા ક્યાંથી કમાવવા તે માટે મહેનત કરતા હોય તો બીજી બાજુ આવા ગુંડા તત્વો ડરાવી ધમકાવીને પૈસા પડાવી રહ્યા છે ત્યારે અહીં સવાલ એ થાય છે કે શું લુખ્ખાતત્વોને પોલીસનો પણ ડર નથી ?
ગુજરાત-રાજકોટ પોલીસ સામે પડકાર
રાજકોટમાં વધી રહેલી ગુનાખોરી એ જ દર્શાવે છે ગુંડાતત્વોને નાથવામાં રાજકોટ પોલીસની કામગીરી નબળી પડી છે.કારણ કે દિવસ જાય તેમ ગુનેગારો પોલીસને પડકાર ફેંકી રહ્યા છે. આખા ગુજરાતમાં લુખ્ખાતત્વોથી લોકો પરેશાન છે. તેઓને તો જાણે પોલીસનો કોઇ ડર જ નહોય તેમ બેફામ ફરી રહ્યા છે. ત્યારે હવે પોલીસ આવા તત્વો સામે લાલ આંખ ક્યારે કરશે ? ક્યારે શીખવાડશે તેઓને કાયદાના પાઠ ? ક્યાં સુધી રંગીલા રાજકોટમાં કિશન ગઢવી જેવા લોકોને પરેશાન કરતા રહેશે..?