In Rajkot, CR Patil and Naresh Patel attended the opening of a private gym
મુલાકાત /
બસ હવે થોડા સમયમાં...' : નરેશ પટેલનું મોટું નિવેદન, CR પાટીલ સાથે દેખાયા ખોડલધામ ચેરમેન
Team VTV09:53 PM, 05 Jun 22
| Updated: 09:56 PM, 05 Jun 22
રાજકોટના મોવડી ચોક નજીક ખાનગી જીમના ઓપનિંગમાં સી.આર પાટીલ અને નરેશ પટેલ એક સાથે દેખાયા
સી.આર પાટીલ અને નરેશ પટેલ એક સાથે દેખાયા
રાજકોટમાં ખાનગી જીમના ઓપનિંગમાં આપી હાજરી
રાજકોટમાં એક ખાનગી જીમના ઉદ્ઘાટનના કાર્યક્રમમાં સી આર પાટીલ અને ખોડલધામના નરેશ પટેલ એક સાથે જોવા મળતા અનેક અટકળો સેવાઈ રહી છે. નરેશ પટેલ ક્યારે અને કઈ રાજકીય પાર્ટીમાં જોડાશે તેનું રહસ્ય હજુ પણ અકબંધ છે ત્યારે આ અંગે નરેશ પટેલે જણાવ્યું હતું કે આ કાર્યક્રમને રાજકીય રંગ ના આપવો જોઈએ.. કઈ પાર્ટીમાં જવું તેવો હજુ સુધી કોઈ નિર્ણય કર્યો નથી. અને આગામી એક સપ્તાહમાં તમામ અટકળોનો અંત આવશે તેવું નરેશ પટેલે જણાવ્યું હતું.પૂર્વ કોર્પોરેટર મુકેશ રાદડીયા દ્વારા સમુહ લગ્નનું આયોજન કરાયું છે જેમાં પણ બંન્ને હાજરી આપી હતી.આ પહેલા પણ ઘણી વખત સામાજિક કાર્યક્રમોમાં સી આર પાટીલ અને નરેશ પટેલની મુલાકાત થઈ ચૂકી છે.
નરેશ પટેલે શું કહ્યું?
રાજકારણમાં જોડાવવાની ઈચ્છા દર્શાવ્યા બાદ 3થી વધુ મહિનાનો સમય વીતી ગયો હોવા છતાં પણ નરેશ પટેલ હજુ સુધી કોઈ નિર્ણય પર પહોંચ્યા નથી. ત્યારે આજે મીડિયા મિત્રો આ અંગે દ્વારા તેમણે કરવામાં આવેલા સવાલમાં તેમણે જણાવ્યું હતું કે એક સામાજિક કાર્યક્રમમાં સી આર પાટીલ સાહેબ અને મારા હસ્તે જિમનું ઉદ્ઘાટન થયું છે.દરેક જિમ ભાઈઓ મારી હાર્દિક શુભકામના છે. હું એક અઠવાડિયામાં હું રાજકારણમાં એન્ટ્રી લઇશ કે નહીં તે જણાવીશ.
રાજકોટમાં નિર્માણધીન કમલમની સી આર પાટીલે મુલાકાત લીધી
તો બીજી તરફ રાજકોટમાં ભાજપના બની રહેલા નવા કાર્યાલયની પાટીલે મુલાકાત લીધી હતી.કમલમ કાર્યાલયના કામની સમીક્ષા બાદ પાટીલનું નિવેદન આપ્યું હતું કે રાજકોટનું કાર્યાલય સમગ્ર દેશમાંથી સૌથી બેસ્ટ કાર્યાલય બનશે. આગામી 2-3 મહિનામાં કાર્યાલયનું કામ પૂર્ણ થશે. અમિત શાહ અધ્યક્ષ હતા ત્યારે આ ઝુંબેશ શરૂ કરાઇ હતી. સી.આર.પાટીલ સાથે ભરત બોઘરા, કમલેશ મિરાણી સહિતના નેતાની હાજરી આપી હતી.
નરેશ પટેલના રાજકીય ભાવિનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. જુનના અંત સુધીમાં નરેશ પટેલ પોતાનો નિર્ણય જાહેર કરે તેવી સંભાવના છે.આજથી કાર્યક્રમ અગાઉ જામનગરના ભાગવત કથામાં સી આર પાટીલ-નરેશ પટેલ વચ્ચે મુલાકાત થઈ હતી.જેમાં પોથી યાત્રા દરમિયાન ખોડલધામના ચેરમેન નરેશ પટેલ, વરુણ પટેલ, અલ્પેશ ઠાકોર એક જ રથમાં સવાર જોવા મળ્યા હતા.