In Rajkot, a youth suffered a heart attack during ongoing cricket, another youth lost his life in a football match
લાલ-બત્તી સમાન કિસ્સા /
રમતા-રમતા મોત: રાજકોટમાં ચાલુ ક્રિકેટમાં યુવકને આવ્યો હાર્ટઍટેક, અન્ય એક યુવકે ફૂટબૉલ મેચમાં ગુમાવ્યો જીવ
Team VTV10:43 AM, 30 Jan 23
| Updated: 03:18 PM, 30 Jan 23
રવિવારની રજામાં રાજકોટમાં બે યુવકોને મળ્યું મોત, એકનું ક્રિકેટ રમતાં તો અન્ય એકનું ફૂટબોલ રમતાં હાર્ટએટેકથી નિધન
રાજકોટમાં હાર્ટઍટેક થી બે યુવકોના મોત
ક્રિકેટ રમવા સમયે હાર્ટઍટેક આવવાથી યુવકનું મૃત્યુ
રેસકોર્સ ગ્રાઉન્ડમાં મૃતક રમતો હતો ક્રિકેટ
ફૂટબોલ રમતા એક યુવકનું પણ હાર્ટઍટેકથી જ મોત
રાજકોટથી બે યુવકોના મોતના સમાચાર સામે આવ્યા છે. શહેરની બે અલગ-અલગ ઘટનામાં ક્રિકેટ અને ફૂટબોલ રમતાં બે યુવકોનું હાર્ટઍટેક ના કારણે મોત થયાનું સામે આવ્યું છે. એક ઘટનામાં એક યુવકને રાજકોટના રેસક્રોસ મેદાનમાં ક્રિકેટ રમત દરમ્યાન ટેનિસ બોલ છાતીના ભાગે વાગ્યો હતો. જે બાદમાં યુવકે રનર રાખીને મેચ રમવાનું ચાલુ રાખ્યું અને બાદમાં કારમાં જઈ બેસી ગયા બાદ તેને હાર્ટઍટેક આવતા તેનું મોત થયું હતું. તો બીજી ઘટનામાં ફૂટબોલ રમતી વખતે હાર્ટઍટેક આવતા 21 વર્ષીય યુવકનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.
ફાઇલ તસવીર
છાતીમાં ટેનિસ બોલ વાગ્યો અને......
રવિવાર હોઇ યુવકો ખાસ કરીને કોઈપણ ગ્રાઉન્ડમાં મેચ રમવા જતાં હોય છે. પણ રાજકોટના એક યુવકને રવિવારની મેચ આખરી મેચ બની હતી. વિગતો મુજબ રાજકોટનો રવિ વાગડે નામનો યુવક રવિવાર હોય રેસક્રોસ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવા ગયો હતો. જ્યાં મેચ દરમ્યાન તેને છાતીના ભાગે ટેનિસ બોલ વાગતા તેને શ્વાસ ચડ્યો હતો. જોકે બાદમાં તેને એક યુવકને રનર રાખી મેચ રમવાનું ચાલુ રાખી 22 રન બનાવી દીધા હતા. જે બાદમાં તે પોતાની કારમાં જઈ બેસી ગયા બાદ હાર્ટઍટેક આવ્યો અને ત્યાં સ્થળ પર જ તેનું મોત થયું હતું.
મૃતક રવિ વાગડે
ફૂટબોલ રમતા-રમતા આવ્યો હાર્ટઍટેક અને પછી.....
હાલ શિયાળની ઋતુમઅ યુવાનોમાં હાર્ટઍટેક ના કેસમાં વધારો થઈ રહ્યો છે. આવી જ એક ઘટના રાજકોટથી સામે આવી છે. રાજકોટમાં હાર્ટઍટેક થી વધુ એક યુવાનનું મોત થયું છે. ક્રિકેટ રમત પ્લેયરના મોત બાદ હવે ફૂલબોલ રમતા યુવકનું મોત થયું છે. ફૂટબોલ રમતી વખતે હાર્ટઍટેક આવતા 21 વર્ષીય યુવકનું મોત નિપજ્યું છે. વિગતો મુજબ મારવાડી કોલેજમાં અભ્યાસ કરતા ઓરિસ્સાના વિવેક કુમાર નામના વિદ્યાર્થીનું હાર્ટઍટેક થી નિપજ્યું મોત છે.
મૃતક વિવેક કુમાર
શિયાળામાં હાર્ટઍટેક ના બનાવો વધ્યા
શિયાળામાં શરદીથી બચવામાં બેદરકારી અને દવાઓ લેવામાં બેદરકારીના કારણે બ્લડપ્રેશરનું સ્તર અચાનક વધી જાય છે. જેના કારણે હાર્ટઍટેક અને બ્રેઈન એટેકનો ખતરો રહે છે. શિયાળાની ઋતુ તેની સાથે અનેક સમસ્યાઓ લઈને આવે છે. ઘણી વખત આ સમસ્યાઓ એટલી વધી જાય છે કે તે મૃત્યુનું કારણ પણ બની જાય છે. એટલા માટે ખૂબ કાળજી રાખવાની જરૂર છે. શરીરને ગરમ રાખવા માટે હૃદયને ઓક્સિજન પંપ કરવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે.
ફાઇલ તસવીર
આ સાથે ઠંડા હવામાનમાં ધમનીઓ પણ સંકોચાઈ જાય છે. હૃદયમાં લોહી અને ઓક્સિજનના પ્રવાહને પણ અસર થાય છે. લોહીના ગંઠાવાની શક્યતાઓ નોંધપાત્ર રીતે વધે છે, જે હાર્ટ એટેક અથવા સ્ટ્રોકનું જોખમ વધારે છે. શિયાળાની ઋતુમાં બીમારીઓથી પોતાને સુરક્ષિત રાખવા માટે તમે તમારી જીવનશૈલીમાં આવા કેટલાક ફેરફાર કરી શકો છો.