બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / In Rajkot, a Std. 10 student ended her life due to bad paper in the board examination

રાજકોટ / બોર્ડની પરીક્ષામાં પેપર ખરાબ જતાં ધો.10 ની દીકરીએ જીવન ટૂંકાવી દીધું, બાથરૂમમાં પેટ્રોલ છાંટીને કર્યું અગ્નિસ્નાન

ParthB

Last Updated: 03:15 PM, 1 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને 12ની પરીક્ષા લેવામાં આવી રહી છે. પરીક્ષાના ટેન્શનને કારણે વિદ્યાર્થીઓ દ્વારા આપઘાતના બનાવો સામે આવી રહ્યાં છે

  • રાજકોટમાં ધોરણ 10ની વિદ્યાર્થીનીનો આપઘાત
  • પેપર નબળું જતાં પેટ્રોલ છાંટીને કર્યુ આગ્નિસ્નાન
  • સારવાર દરમિયાન વિદ્યાર્થીનીનું થયું હતું મૃત્યુ

ત્યારે રાજકોટ શહેરમાં ધોરણ 10ની વિદ્યાર્થિનીએ બાથરૂમમાં પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે. પેપર નબળું જતાં નાપાસ થવાના ડરથી વિદ્યાર્થિનીએ આ પગલું ભર્યું હોવાનું પોલીસના પ્રાથમિક તારણમાં સામે આવ્યું છે.

પરીક્ષાના ડિપ્રેશનમાં જીવાદોરી ટૂંકાવી

આ અંગે પોલીસના જણાવ્યા અનુસાર, રાજકોટમાં ધોરણ 10માં પરીક્ષા આપી રહેલી વિદ્યાર્થીનીએ ગુરૂવારના રોજ સાંજે  બાથરૂમમાં પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કર્યું હતું. ત્યારબાદ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

સારવાર દરમિયાન વિદ્યાર્થીનીનું થયું હતું મૃત્યુ

પરંતુ મોડી રાત્રે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. મહત્વનું છે કે, યુવતીએ પરીક્ષાના ડિપ્રેશનમાં આવી જઈને જાત જલાવી જીવાદોરી ટૂંકાવી લીધી હતી. સમગ્ર મામલે રાજકોટ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

board examination rajkot student sucide આપઘાત ગુજરાતી ન્યૂઝ બોર્ડની પરીક્ષા રાજકોટ વિદ્યાર્થીની Sucide
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ