બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / 'લગ્ન બીજાં જોડે, અને સેક્સ મારી સાથે...', ભાભીએ દિયરની પોલ ખોલી દેતા પરિવારમાં હડકંપ, કિસ્સો હચમચાવનાર
Last Updated: 03:27 PM, 31 October 2024
દિયર અને ભાભી વચ્ચેનો સંબંધ ખુબજ પવિત્ર સંબંધ કહેવાય છે.. હિન્દુ સંસ્કૃતિમાં તો ભાભીને માતા સમાન ગણાવાઇ છે... પરંતુ આ સંબંધોને લજ્જિત કરતો એક કિસ્સો બિહારના પટનાથી સામે આવ્યો છે. જેમાં ભાભીએ આરોપ મુક્યો છે કે દિયરે છ મહિના સુધી તેની સાથે શારીરિક સંબંધ રાખ્યો હતો. અને જ્યારે તે વિરોધ કરતી તો સાસરીયાઓ દ્વારા તેને ત્રાસ આપવામાં આવતો હતો. આ ઘટનાને લઇને એવું પણ સામે આવ્યું છે કે દિયર સાથે લાંબા સમય સુધી શારિરીક સંબંધ રાખનાર ભાભીને દિયરના લગ્ર અન્ય કોઇ યુવતી સાથે નક્કી થયા તે પસંદ ન હતું અને તેણે ગુસ્સામાં ભાંડો ફોડી નાંખ્યો હતો.
ADVERTISEMENT
પટના જંકશન પર દિયર-ભાભી ઝઘડી રહ્યા હતા.
પટણા જંકશન ગોલંબર પાસે રોડ પર ભાભી અને દિયર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ભાભીનો આરોપ હતો કે તેના પતિના મૃત્યુ બાદ દિયર ગૌતમ કુમારે લગ્નના બહાને તેની સાથે લગભગ 6 મહિના સુધી શારીરિક સંબંધો બાંધ્યા હતા. જ્યારે તેણીએ વિરોધ કર્યો તો તેણીને સાસરીયાઓ દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો. હાલ કોતવાલી પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT
6 મહિના સુધી શારીરિક સંબંધ બાંધ્યો
પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, મહિલાનો આરોપ છે કે તેના લગ્ન નાલંદાના દિનેશ કુમાર સાથે 2017માં થયા હતા. લગ્નના ત્રણ વર્ષ બાદ 2020માં દિનેશનું કોરોનાથી મૃત્યુ થયું હતું. આવી સ્થિતિમાં તેના ભાઇ કુમારે લગ્નના બહાને તેની સાથે 6 મહિના સુધી શારીરિક સંબંધો બાંધ્યા હતા. જ્યારે તેણે વિરોધ કર્યો તો મહિલાને તેના સાસરિયાઓ દ્વારા ત્રાસ આપવામાં આવ્યો હતો અને તેને ઘરની બહાર કાઢી મૂકવામાં આવી. જો કે બીજી તરફ એવુ પણ જાણવા મળ્યુ છે કે દિયરના લગ્ન અન્ય યુવતી સાથે નક્કી કરવામાં આવ્યા હતા.. જે મહિલાને (ભાભીને) મજુર ન હતું.. અને શારીરિક સંબંધ મારી સાથે અને લગ્ન કોઇ બીજા સાથે તે હું નહીં ચલાવી લઉં તેવી દલીલ સાથે બન્ને વચ્ચે ઝઘડો થયો હતો અને બન્ને વચ્ચેના સંબંધનો ભાંડો ફૂટ્યો હતો.
દિયરે કહ્યું ભાભી પૈસા પડાવવા આરોપ લગાવી રહી છે
જો કે ગૌતમ કુમારે તેના પર લાગેલા ઓરોપોને ખોટા ગણાવ્યા છે.. તેણે પોતાની ભાભી પર પૈસા માટે ખોટા આક્ષેપ કરવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. ગૌતમનું કહેવું છે કે ભાભીએ તેના પર ખોટા આરોપ લગાવીને કેસ દાખલ કર્યો છે અને હવે તેના લગ્ન નક્કી થઈ ગયા હોવાથી તે પૈસા માટે ફરી આવું કરી રહી છે. ગૌતમે તેની ભાભી પર તેનું અપહરણ કરવાનો પ્રયાસ કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. ગૌતમે કહ્યું કે ભાભી, પોતાના ભાઈ અને અન્ય લોકો સાથે મળીને તેનું અપહરણ કરવાનો પ્રયાસ કરી રહી હતી. જો કે આ સમગ્ર મામલો સાંભળ્યા બાદ પોલીસ તપાસમાં લાગી ગઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.