બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / In Parliament, PM Modi held a meeting with top ministers, opposition also took place - Khadge took the lead

કવાયત / સંસદમાં PM મોદીએ ટોચના મંત્રીઓ સાથે કરી બેઠક, વિપક્ષ પણ થયું એક-ખડગેએ લીધી આગેવાની, સંસદમાં જોરદાર ઘર્ષણ

Priyakant

Last Updated: 11:55 AM, 16 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્રિટનમાં રાહુલ ગાંધીના નિવેદનથી લઈને ગૌતમ અદાણી અને EDના દરોડા સુધી સંસદના બજેટ સત્રમાં અનેક મુદ્દાઓ પર હોબાળો

  • લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતાંની સાથે જ ફરી હંગામો
  • શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે બેઠકોનો દોર યથાવત 
  • PM મોદીની સંસદ ભવનમાં ટોચના મંત્રીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક
  • કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષોએ પણ કમર કસી લીધી

લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતાંની સાથે જ ફરી એકવાર હંગામો થયો હતો. જેના કારણે બંને ગૃહની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. બ્રિટનમાં રાહુલ ગાંધીના નિવેદનથી લઈને ગૌતમ અદાણી અને EDના દરોડા સુધી સંસદના બજેટ સત્રમાં અનેક મુદ્દાઓ પર હોબાળો થયો છે. જેને લઈને શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. 

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદ ભવનમાં તેમના ટોચના મંત્રીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી રહ્યા છે. આ બેઠકમાં વિપક્ષો સાથે કેવી રીતે વ્યવહાર કરવો તે અંગે ચર્ચા કરવામાં આવી રહી હોવાનો અંદાજ છે. આ સાથે જ કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષોએ પણ કમર કસી લીધી છે. ગઈકાલે વિપક્ષે ઈડી સામે તેની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. પરંતુ વિરોધ કરનારા નેતાઓને પહેલા જ અટકાવી દેવામાં આવ્યા હતા. 

કોંગ્રેસ સહિત વિપક્ષ નેતાઓ થયા એક 
આ તરફ  આજે વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેના નેતૃત્વમાં વિપક્ષના અનેક નેતાઓ સંસદ ભવનમાં બેઠક કરી રહ્યા છે. જેમાં અનેક મુદ્દાઓ પર સરકારને ઘેરવાની રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. વિપક્ષની બેઠકમાં કોંગ્રેસના સાંસદ અધીર રંજન, સપા નેતા રામગોપાલ યાદવ, આરજેડી સાંસદ મનોજ ઝા અને વિપક્ષના ઘણા નેતાઓ સામેલ છે. 

બંને ગૃહની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત
આ તરફ લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતાંની સાથે જ ફરી એકવાર હંગામો થયો હતો. જેના કારણે બંને ગૃહની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. નોંધનીય છે કે, વિપક્ષ રાહુલ ગાંધીના નિવેદન, EDના દરોડા, મોંઘવારી સહિત અનેક મુદ્દાઓ પર સરકારને સતત ઘેરી રહ્યો છે. જેના કારણે સંસદની કાર્યવાહી રોજબરોજ ખોરવાઈ રહી છે.

સંકળાયેલા મુદ્દાઓ

PM modi news PM મોદીની બેઠક રાહુલ ગાંધી લોકસભામાં હંગામો વિપક્ષનો હોબાળો સંસદ PM Modi News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ