in new york mahatma gandhi statue vandalized second attack in two weeks
ન્યુયોર્ક /
અમેરિકામાં તોડવામાં આવી મહાત્મા ગાંધીની પ્રતિમા, આપશબ્દો લખાયા, એક જ અઠવાડિયામાં બીજી વખત થયો હુમલો
Team VTV06:58 PM, 19 Aug 22
| Updated: 06:59 PM, 19 Aug 22
અમેરિકામાં મહાત્મા ગાંધીની પ્રતિમાઓ પર સતત હુમલા થઈ રહ્યા છે. આ ક્રમમાં ન્યૂયોર્કમાં એક મંદિરની બહાર આવેલી મહાત્મા ગાંધીની પ્રતિમાની તોડફોડ કરવામાં આવી છે.
અમેરિકામાં મહાત્મા ગાંધીની પ્રતિમા પર હુમલો
16 ઓગસ્ટની વહેલી સવારે ઘટના બની હતી
પહેલા પણ ઘણા હુમલાઓ કરવામાં આવ્યા છે
અમેરિકામાં મહાત્મા ગાંધીની પ્રતિમાઓ પર સતત હુમલા થઈ રહ્યા છે. આ ક્રમમાં ન્યૂયોર્કમાં એક મંદિરની બહાર આવેલી મહાત્મા ગાંધીની પ્રતિમાની તોડફોડ કરવામાં આવી છે. મહાત્મા ગાંધીની પ્રતિમા પર બે અઠવાડિયામાં બીજી વખત હુમલો થયો છે. આ ઘટના 16 ઓગસ્ટની વહેલી સવારે બની હતી. પોલીસને ટાંકીને મીડિયા રિપોર્ટ્સ અનુસાર, છ લોકોએ શ્રી તુલસી મંદિરની બહારની મૂર્તિને હથોડી વડે તોડી નાખી. પ્રતિમાની આસપાસ અને રસ્તા પર નફરતના શબ્દો પણ લખવામાં આવ્યા હતા. આ પહેલા 3 ઓગસ્ટના રોજ મહાત્મા ગાંધીની પ્રતિમાને તોડવામાં આવી હતી.
25 થી 30 વર્ષની વયના યુવકોએ હુમલો કર્યો
પોલીસે 25 થી 30 વર્ષની વય જૂથના પુરુષોનો એક સર્વેલન્સ વીડિયો જાહેર કર્યો છે જે હુમલામાં સામેલ હોવાની શંકા છે. પોલીસના જણાવ્યા અનુસાર, પ્રતિમા તોડનાર આરોપી સફેદ રંગની મર્સિડીઝ બેન્ઝ અને ડાર્ક કલરની કારમાં ત્યાંથી ભાગી ગયો હતો. આ કાર ટોયોટા કેમરી હોઈ શકે છે. તેનો ઉપયોગ ભાડાના વાહન તરીકે થાય છે.
આ પહેલા પણ ઘટનાઓ બની હતી
ન્યૂયોર્ક સ્ટેટ એસેમ્બલીના સભ્ય જેનિફર રાજકુમારે આ ઘટનાની નિંદા કરી અને ગુનેગારોની વહેલી ધરપકડ અને સજાની માંગ કરી. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે 14 જુલાઈના રોજ આવી જ એક ઘટનામાં કેનેડામાં મહાત્મા ગાંધીની પ્રતિમાને તોડવામાં આવી હતી. આ ઘટનાની વ્યાપક નિંદા કરવામાં આવી હતી. આ વર્ષે ફેબ્રુઆરીમાં મેનહટન એનવાયસીમાં બીજી ગાંધી પ્રતિમાનો નાશ કરવામાં આવ્યો હતો.
The Gandhi statue at Tulsi Mandir was vandalized a second time, this time completely destroyed.
With the outpouring of support I’ve received from ppl all around Queens, the country & world, I’m more optimistic than ever that we will succeed in defeating these forces of hate.👇 pic.twitter.com/TolUqi0wCR