બ્રેકિંગ ન્યુઝ
VTV / મુંબઈ / છોકરીને હાથ પકડીને 'I Love You..' કહ્યું, તો બે વર્ષની જેલ, POCSO એક્ટ મુજબ કોર્ટનો ચુકાદો
Last Updated: 03:38 PM, 2 August 2024
મુંબઈમાં એક 19 વર્ષના યુવકને એક સગીર યુવતીનો હાથ પકડીને તેને આઈ લવ યુ કહેવું મોંઘું પડી ગયું. મુંબઈની સ્પેશિયલ POCSO કોર્ટે આરોપીને આ મામલે બે વર્ષની આકરી સજા સંભળાવી છે.
ADVERTISEMENT
મળતી માહિતી પ્રમાણે બાળકોની જાતીય સતામણી અટકાવવા બનેલા POCSO હેઠળ કોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કર્યો હતો. જસ્ટિસ અશ્વિની લોખંડેએ કરેલી ટિપ્પણી પ્રમાણે આરોપીએ વાપરેલા શબ્દોને કારણે 14 વર્ષની સગીર યુવતીના દિલને ઠેસ પહોંચી છે. પોક્સો કોર્ટે આરોપીને છેડતીના કેસમાં દોષિત જાહેર કર્યો છે, પરંતુ જાતીય સતામણી અટકાવવા બનાવેલા પોક્સો કાયદા હેઠળના આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યો છે.
ADVERTISEMENT
આ કેસની શરૂઆત 2019માં સાકીનાકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદથી થઈ હતી. ફરિયાદીનું કહેવું છે કે તેમની દીકરી જ્યારે ચા ખરીદવા નજીકની દુકાને ગઈ હતી, પરંતુ પાછી રડતી રડતી આવી હતી. ફરિયાદ પ્રમાણે સગીરાએ પોતાની માતાને કહ્યું હતું કે એક યુવકે પહેલા માળ સુધી તેનો પીછો કર્યો, હાથ પકડ્યો અને પછી આઈ લવ યુ કહ્યું. જો કે યુવકે આ તમામ આરોપો ખોટા હોવાનું કહ્યું હતું. આ કેસ દરમિયાન પોલીસે પીડિતા, તેની માતા સહિત ચાર લોકોની પૂછપરછ કરી હતી.
જો કે કોર્ટમાંય આરોપીએ પોતે નિર્દોષ હોવાનું રટણ કર્યું હતું અને પોતાના બચાવમાં કહ્યું હતું કે પહેલાથી જ સગીરા અને તે રિલેશનશિપમાં હતો. ઘટના બની ત્યારે પીડિતાએ જ તેને મળવા બોલાવ્યો હતો. જો કે કોર્ટે પોતાના આદેશમાં નોંધ્યું છે કે જો પીડિતાનું આરોપી સાથે અફેર હતું તો પછી તેણે ડરીને પોતાની માતાને આ ઘટના વિશે કેમ કહ્યું?
વધુ વાંચો: અનામત તો જનરલ ડબ્બા જેવી થઈ, આપણે આવી ગયા તો બીજાને એન્ટ્રી નહીં!' SC જજની મહત્વની ટકોર
આ ઉપરાંત જ્યારે પીડિતાની માતાએ આરોપી સાથે વાત કરી, ત્યારે આરોપીએ તેને ધમકી આપી અને થાય એ કરી લેવા કહ્યું. પીડિતાએ તેની માતા સહિત સાક્ષીઓએ આરોપો સાચા હોવાનું સાબિત કર્યું છે. જેને કારણે કોર્ટે આરોપીને 2 વર્ષની આકરી સજા ફટકારી હતી.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Mumbai Train Accident / મુંબઈમાં ફરી મોટી દુર્ઘટના, ચાલુ ટ્રેને જ 10થી 12 લોકો કૂદી પડ્યાં, 4થી વધુના મોત
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT