બ્રેકિંગ ન્યુઝ
ParthB
Last Updated: 08:48 AM, 21 July 2022
ADVERTISEMENT
અમેરિકામાં ફાયરિંગની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યો
અમેરિકાના મોન્ટાનામાં ફાયરિંગનો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક ડ્રાઈવરે અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. જેમાં 2 લોકોના મોત થયા હતા. જો કે,આ ગોળીબારમાં ઘાયલ એક બાળકીના સંબંધીએ હુમલાખોરને મારી નાખ્યો.
ADVERTISEMENT
પિકઅપ વાહનના ડ્રાઈવરે એક પરિવારના સભ્ય પર કર્યો અંધાધૂંધ ગોળીબાર
અમેરિકાના મોન્ટાના પાસે આવેલા ગ્લેશિયર નેશનલ પાર્કની સરહદે એક પ્રવાસી ગામમાં પિકઅપ વાહનના ડ્રાઈવરે એક પરિવારના સભ્ય પર અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેમાં બે લોકોના મોત થયા છે. આ અંગે અમેરિકાના અધિકારીઓએ આ અંગે માહિતી આપી હતી. આ ઘટનામાં બે વ્યક્તિનું મોત થયું છે અને એક બાળકી ઘાયલ થઈ છે.અધિકારીઓએ જણાવ્યું કે હુમલાખોરની ગોળીઓ ખતમ થયા બાદ બાળકીની ફોઈએ હુમલાખોરને મારી નાખ્યો. ઉત્તર પશ્ચિમ મોન્ટાનામાં હુમલામાં માર્યા ગયેલા વ્યક્તિની ઓળખ ડેવિડ સિઉ (39) તરીકે થઈ છે.
ઇન્ડિયાના પ્રાંતના એક મોલમાં બંદૂકધારીએ કર્યો ગોળીબાર
ગત 18મી જુલાઈએ ઇન્ડિયાના પ્રાંતના ગ્રીનવુડના એક મોલમાં સાંજે એક બંદૂકધારીએ ગોળીબાર કર્યો હતો. જેના કારણે ચાર લોકોના મોત થયા હતા અને ત્રણ ઘાયલ થયા હતા. હુમલાખોરને મોલમાં હાજર એક સશસ્ત્ર નાગરિકે ગોળી મારી દીધી હતી.ઈન્ડિયાના પોલીસના જણાવ્યા અનુસાર, રાઈફલ લઈને આવેલા હુમલાખોરે મોલના ફૂડ કોર્ટમાં લોકોને નિશાન બનાવ્યા હતા. તે વધુ લોકોને મારી શકે તે પહેલા ત્યાં હાજર એક નાગરિકે તેની ગોળી મારીને હત્યા કરી નાખી. ગ્રીનવુડના મેયર માર્ક ડબલ્યુ. મેયર્સે જણાવ્યું હતું કે ચાર મૃતકોમાં હુમલાખોરનો પણ સમાવેશ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.