બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / વિશ્વ / અહીં બળાત્કારીનો શિર છેદ તો અહીંયા બનાવી દેવાય છે નપુંસક, જાણો કયા દેશમાં શું સજા
Last Updated: 09:04 PM, 15 August 2024
ઉત્તર કોરિયા એક એવો દેશ છે જ્યાં બળાત્કારના દોષિતોને સખતમાં સખત સજા કરવાની જોગવાઈ છે. અહીં બળાત્કારીને જાહેરમાં માથામાં અનેક ગોળીઓ મારવામાં આવે છે. સંયુક્ત આરબ અમીરાતમાં પણ બળાત્કારીને સીધી જ મોતની સજા આપવામાં આવે છે. UAEના કાયદા અનુસાર, બળાત્કારીને એક અઠવાડિયાની અંદર ફાંસી આપવામાં આવે છે. પાકિસ્તાનમાં બળાત્કારને જઘન્ય અપરાધ ગણવામાં આવે છે. અહીં બળાત્કારીની સજા મૃત્યુથી લઈને સખત કેદ સુધીની છે.
ADVERTISEMENT
નાઇજિરિયા
નાઇજીરિયાના કડુના પ્રાંતમાં મહિલાઓ સામેની જાતીય હિંસા રોકવા માટે એક મહત્વપૂર્ણ કાયદો અમલમાં છે. જે અંતર્ગત બળાત્કારીઓને નપુંસક બનાવી દેવાની સજા આપવામાં આવે છે. ઉપરાંત, જો બળાત્કાર 14 વર્ષ કે તેથી ઓછી ઉંમરની છોકરી સાથે થાય , તો ગુનેગારને ફાંસી આપવામાં આવે છે. . નાઇજીરીયા ઉપરાંત, અન્ય ઘણા દેશો એવા છે જ્યાં બળાત્કારીને શસ્ત્રક્રિયા દ્વારા નપુંસક બનાવવાની જોગવાઈ છે.
ADVERTISEMENT
ઇન્ડોનેશિયામાં 2016માં પસાર કરાયો કાયદો
ભારતે આઝાદી મેળવી તેના 2 વર્ષ પહેલા આઝાદી મેળવનાર દેશ ઇન્ડોનેશિયામાં મહિલાઓના ગુનાઓમાં નોંધપાત્ર વધારો થવા લાગ્યો ત્યારે 2016માં ત્યાં એક કાયદો પસાર કરવામાં આવ્યો.. જે હેઠળ, બળાત્કાર કરનારને કેમિકલથી નપુંસક બનાવવાનું શરૂ થયું. તમને જણાવી દઈએ કે આમાં અંડકોષ દૂર કરવામાં આવતા નથી, કેમિકલથી એવી પ્રક્રિયા કરવામાં આવે છે જેથી ગુનેગારની જાતીય ઇચ્છા ખતમ થઇ જાય છે. જો કે, આની સમસ્યા એ છે કે તેની અસર લગભગ 5 વર્ષ સુધી રહે છે. ત્યારબાદ ગુનેગાર ફરી જાતીય હુમલાનું પુનરાવર્તન કરી શકે છે. પ્રાચીન સમયમાં પણ, જાતીય અપરાધીને સજા આપવા માટે ખસીકરણની સમાન પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હતી.
ઇન્ડોનેશિયામાં, બાળકો પર જાતીય હુમલો કરનારાઓ માટે આ કાયદો પહેલેથી જ બનાવવામાં આવ્યો છે, પરંતુ અન્ય ઘણા દેશોમાં પણ તેનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ધ સન અનુસાર, સ્વીડન, ડેનમાર્ક અને કેનેડામાં પણ ઘણી વખત યૌન અપરાધીઓને આ સજા આપવામાં આવી છે.
ચેક રિપબ્લિકમાં બળાત્કારીઓ માટે સર્જિકલ રીતે નપુંસક બનાવવા અંગેનો કાયદો
ચેક રિપબ્લિકમાં બળાત્કારીઓ માટે સર્જિકલ રીતે નપુંસક બનાવવા અંગેનો કાયદો છે. એટલે કે, જો કોઈ પર બળાત્કાર સાબિત થાય , તો તે માણસના અંડકોષ કાપી નાખવામાં આવે છે અને તેને નપુંસક બનાવી દેવાય છે.. આનાથી ગુનેગાર ભવિષ્યમાં વધુ જાતીય હિંસા કરે તેવી શક્યતા દૂર થાય છે. આ કાયદો 1966માં પસાર કરવામાં આવ્યો હતો.
યુક્રેનમાં 2019માં આ કાયદો પસાર કરાયો
યુક્રેનની સંસદે જુલાઈ 2019માં એક કાયદો પસાર કર્યો હતો. જે હેઠળ, જો બળાત્કાર સાબિત થાય છે, તો દોષિતને કેમિકલ ઇન્જેક્શન કે પછી ટેબ્લેટ આપી નપુંસક બનાવી દેવાય છે. જોકે, કિશોરોને આ સજામાંથી મુક્તિ આપવામાં આવી છે. આ શ્રેણીમાં 18 થી 65 વર્ષની વયના પુરુષોનો સમાવેશ થાય છે.
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને કરી હતી આ ભલામણ
થોડા દિવસો પહેલા, પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાને પણ જાતીય અપરાધ રોકવા માટે અપરાધીઓને નપુસંક બનાવી દેવાની ભલામણ કરી હતી. જો કે, તેઓ કેમિકલથી નપુંસક બનાવવા વિશે વાત કરી રહ્યા હતા..
નપુંસક કરી દેવા માટે બે રીતો પૈકી કોઇ એક રીતનો ઉપયોગ થાય છે
અહીં એ જાણવું અગત્યનું છે કે નપુસંક બે રીતે કરવામાં આવે છે, એક સર્જિકલ રીતે જેમાં ગુનેગારના અંડકોષને શસ્ત્રક્રિયાના માધ્યમથી દૂર કરવામાં આવે છે. આ જાતીય ઇચ્છા ગુમાવવા તરફ દોરી જાય છે. સજા ઉપરાંત, પ્રોસ્ટેટ કેન્સર અથવા ક્યારેક દ્વિપક્ષીય કેન્સર જેવા ઘણા રોગોમાં પણ અંડકોષ દૂર કરવામાં આવે છે.
કેમિકલની મદદથી નપુસંક કરવું
બીજી રીતમાં કેમિકલની મદદથી નપુસંક બનાવાય છે. , ગુનેગારને હોર્મોન્સનું ઇન્જેક્શન આપવામાં આવે છે અથવા ગોળીઓ આપવામાં આવે છે. આ ગુનેગારની જાતીય ઇચ્છાને નષ્ટ કરે છે. જો કે, આ સમયાંતરે કરવું જોઈએ. એટલા માટે ઘણી વખત જે દેશો જાતીય ગુનાઓ કરનારાઓ માટે આ સજા લાદે છે તેઓ ડેટા જાળવી રાખે છે. નિયત સમય પછી, તેમને ફરીથી હોર્મોન્સ આપવામાં આવે છે જેથી તેઓ ગુના ન કરી શકે. ઓગણીસમી સદીમાં, એક અમેરિકન ડૉ. હેરી શાર્પનું નામ હેડલાઇન્સમાં હતું. ડૉ. શાર્પેએ 200 થી વધુ ગુનેગારોને નપુંસક બનાવ્યા હતા જેઓ આ રીતે બળાત્કાર માટે જેલમાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ હોસ્પિટલથી ઘેર આવતી નર્સનો રેપ કરીને મર્ડર કર્યું, ચહેરો પથ્થરથી છૂંદીને લાશ ફેંકી
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.