In Kutch, a traitorous BSF jawan was caught spying for Pakistan on the border
ગદ્દારી /
હડકંપ : કચ્છ બોર્ડર પર BSF જવાન જાસૂસી કરતો ઝડપાયો, પાકિસ્તાનને મોકલતો હતો માહિતી
Team VTV04:41 PM, 25 Oct 21
| Updated: 06:23 PM, 25 Oct 21
કચ્છમાં સરહદની જાસૂસી કરી પાકિસ્તાનને માહિતી આપતો જવાનની ગુજરાત ATSએ ધરપકડ કરી છે
જવાનની ગદ્દારી ઝડપાઇ
સરહદની જાસૂસી કરતો જવાન ઝડપાયો
પાકિસ્તાનને માહીતી આપતો હતો
જાબાઝ ભારતીય સેના એના પરાક્રમથી પાકિસ્તાનને ધૂળ ચટાડી રહી છે. સૌથી આગળ અને આક્રમક રહેતી BSF કશ્મીરથી માડી ગુજરાત સુધીના બોર્ડર પર દિવસ રાત એક કરી સરહદની રક્ષા કરી રહી છે. ત્યારે કચ્છની સરહદ બોર્ડર પરથી પાકિસ્તાન માટે કામ કરતો BSFનો ગદ્દાર જવાન ઝડપાઇ જતાં હડકંપ મચ્યો છે. ગુજરાત ATS એ BSF જવાનને મળેલા ઈનપુટના આધારે પકડી પાડયો છે.
સરહદની જાસૂસી કરતો જવાન કશ્મીરી હોવાનું અનુમાન
બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે BSFની ગાંધીધામ બટાલિયનમાંથી આ પાકિસ્તાન પરસ્ત ગદ્દાર જવાનને ઝડપી પાડવામાં આવ્યો છે. કચ્છમાં સરહદની જાસૂસી કરતો હોવાની બાતમી ઈન્ટેલિજન્સ એજન્સીને મળી હતી. આ પહેલા ઝડપાયેલા નાપાક માટે કામ કરતો કશ્મીરી જવાન ત્રિપુરામાં તૈનાત હતો. ત્યાંથી જ જવાન પર આપાણી હોનહાર એજન્સીઑની સતત દેખરેખ હતી. તે સતત પાકિસ્તાનને માહીતી આપતો હતો. જે બાદ કચ્છ સરહદ પર પોસ્ટિંગ આપી જવાન પર ચાંપતી નજર રાખવામાં આવી રહી હતી. દરમિયાન ગુજરાત ATSને પાક્કી ટિપ્સ મળતા જવાનને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો હતો. દેશની આન બાન સાન એવી આપણી BSF પણ આ જવાનના કાળા કરતૂતથી કમકમી ઉઠી છે. ગદ્દાર જવાનને ધરદબોચી લઈ પૂછપરછ ચાલી રહી છે.
કોણ છે ગદ્દાર જવાન અને કેવી રીતે ઝડપાયો
સૂત્રોના હવાલાથી મળતા ઈનપુટ પ્રમાણે પકડાયેલ જવાન જમ્મુકાશ્મીરના નાપાક જિલ્લાનો હોવાની આશંકા છે. તેની બટાલિયનનું ગાંધીધામ ખાતે પોસ્ટિંગ થતાં તે કચ્છમાં તૈનાત હતો, ઈન્ટેલિજેન્સ એજન્સીઑની તેના પર બાજ નજર હતી. જે બાદ ગુજરાત ATSને પણ આ મામલે ખાસ જાણકારી રાખી નજર રાખવા આદેશ આપવામાં આવ્યો હતો. જેથી ઘણા સમયથી જવાન પર સુરક્ષા એજન્સીઑની નજર હતી આ મુસ્લિમ કાશ્મીરી જવાન 7 વર્ષ પહેલા BSFમાં ભરતી થયો હતો.