VTV Exclusive /
Photos: કાશ્મીરના ગુલમર્ગમાં તો સ્વર્ગ ભુલાવે તેવા દ્રશ્યો, જ્યાં જુઓ ત્યાં બરફ-જાણે કુદરતે સફેદ કલર કર્યો હોય
Team VTV04:15 PM, 14 Jan 23
| Updated: 04:19 PM, 14 Jan 23
‘કાલ’ અને ‘લક’ જેવી હિન્દી ફિલ્મોના ગુજરાતી ડિરેક્ટર સોહમ કાશ્મીરના પ્રવાસે, VTV માટે તેઓએ કાશ્મીરમાં કરેલી ફોટોગ્રાફીમાં જાણે હિમવર્ષાની સફેદ ચાદર ઓઢી લીધી હોય તેવા દ્રશ્યો
કાશ્મીરના ગુલમર્ગમાં ભારે બરફવર્ષા, જુઓ VTV માટે કાશ્મીરમાં કરાયેલ ફોટોગ્રાફ
‘કાલ’ અને ‘લક’ જેવી હિન્દી ફિલ્મોના ગુજરાતી ડિરેક્ટર સોહમની નજરે કાશ્મીર
કાશ્મીરે અત્યારે જાણે હિમવર્ષાની સફેદ ચાદર ઓઢી લીધી હોય તેવા દ્રશ્યો
જમ્મુ કાશ્મીર એટલે ધરતી પરનું સ્વર્ગ. કરણ જોહરની ધર્મા પ્રોડકશન્સમાં જોઇન થઈને ‘કાલ’ ફિલ્મથી ડિરેક્ટર તરીકે કરીયરની શરૂઆત કરનારા ગુજરાતી ફિલ્મ ડિરેક્ટર સોહમ શાહ અત્યારે કાશ્મીરમાં છે. છેલ્લા દોઢ મહિનાથી શ્રેયસ તલપડે સાથે પોતાની આગામી હિન્દી ફિલ્મ ‘કરતમ ભૂગતમ’ના શૂટમાં બિઝી રહેલાં સોહમે ઇન્ડિયા પાછાં આવીને નાનું વેકેશન લઈ પહેલાં વૈષ્ણોદેવી અને ત્યાંથી કાશ્મીરીની ટૂર પર રવાના થયા અને કાશ્મીરમાં ચાલતાં સ્નૉ-ફૉલનો આનંદ લીધો. આ સાથે તેમણે તેણે VTV માટે કાશ્મીરમાં ફોટોગ્રાફી પણ કરી હતી. જે દર્શાવે છે કે, જાણે કાશ્મીરે અત્યારે હિમવર્ષાની સફેદ ચાદર ઓઢી લીધી હોય.
જમ્મુ કાશ્મીરમાં હાલ સતત બરફવર્ષા ચાલુ છે. આખા કાશ્મીરે જાણે બરફની ચાદર ઓઢી લીધી હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. કાશ્મીરમાં હાલ દિવસ દરમ્યાન કાશ્મીરમાં શૂન્ય ટેમ્પરેચર હોય છે. જે સાંજ પડતાં સુધીમાં માઇનસ ત્રણ/ચાર પર પહોંચે છે અને મોડી રાતે માઇનસ સાત/આઠ સુધી પહોંચે છે.
શું કહ્યું સોહમ શાહે ?
‘કરતમ ભૂગતમ’ નામની પોતાની નવી હિન્દી ફિલ્મનું શૂટ પૂરું કરીને વેકેશન પર કાશ્મીર ગયેલા સોહમ શાહે ખાસ VTV માટે આ ફોટોગ્રાફ અને વીડિયો મોકલ્યા છે. VTV સાથેની વાતચીતમાં સોહમ શાહે કહ્યું કે, હાલ કાશ્મીરમાં સતત બરફવર્ષા ચાલુ છે.
શ્રીનગરથી ગુલમર્ગનું ડિસ્ટન્સ 45થી 50 કિલોમીટરનું છે. સામાન્ય રીતે આ અંતર કાપવામાં બેથી અઢી કલાક થાય પણ સ્નોફોલ ( બરફવર્ષા ) ના કારણે અંદાજિત છથી સાત કલાક જેટલો સમય લાગે છે પણ હું કહીશ કે જબરદસ્ત વેધર છે.
ભગવાને જાણે વ્હાઇટ કલર કર્યો હોય...
આ સાથે તેમણે ઉમેર્યું હતું કે, ચારેતરફ બરફ છે અને વરસતાં એ બરફને કારણે આખા કાશ્મીર પર જાણે કે ભગવાને વ્હાઇટ કલર કર્યો હોય એવું વાતાવરણ છે. આ સીઝનમાં કાશ્મીરમાં ટૂરિસ્ટ ઓછાં છે પણ જે છે એ લોકો વેધરની જબરદસ્ત મજા લે છે.
કાશ્મીરમાં રાત્રે માઇનસ 7-8 ડિગ્રી તાપમાન
સોહમ શાહે જણાવ્યું હતું કે, દિવસ દરમ્યાન કાશ્મીરમાં શૂન્ય ટેમ્પરેચર હોય છે. જે સાંજ પડતાં સુધીમાં માઇનસ ત્રણ/ચાર પર પહોંચે છે, તો વળી મોડી રાતે માઇનસ 7-8 સુધી પહોંચે છે પણ વૅઘર એકદમ રોમેન્ટિક છે.
નોંધનીય છે કે, હાલમાં જમ્મુ-કાશ્મીરના ઘણા વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે. જમ્મુ, શ્રીનગર, કટરા, આ સમયે દરેક જગ્યાએ ભારે હિમવર્ષા થઈ રહી છે.
આ ભારે હિમવર્ષા વચ્ચે, જિલ્લાઓમાં હિમપ્રપાતની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
ગુજરાતી ફિલ્મ ડિરેક્ટર સોહમ શાહ
હવામાનમાં સુધારા બાદ ફ્લાઈટ સેવાઓ શરૂ
આ તરફ જમ્મુ અને કાશ્મીરમાં હવામાનમાં સુધારાને પગલે ફ્લાઈટ સેવાઓ ફરી શરૂ થતાં જમ્મુ-શ્રીનગર હાઈવે પરનો વાહનવ્યવહાર પણ પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે. ખીણની દેશના અન્ય ભાગો સાથે સંપર્ક પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, હિમવર્ષાના એક દિવસ પછી ટ્રાફિક અને ફ્લાઇટ સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવી છે. સ્નો ક્લિયરન્સ અને દૃશ્યતામાં સુધારો થયા બાદ શ્રીનગર એરપોર્ટ પર ફ્લાઈટ સેવાઓ ફરી શરૂ કરવામાં આવી છે. સવારમાં કેટલીક ફ્લાઈટ્સ મોડી પડી હતી અને કેટલીક રદ કરવામાં આવી હતી.