બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / આશિક કે હેવાન! ઘરમાં યુવતી શાંતિથી સૂઇ રહી હતી અને અચાનક પ્રેમીએ કર્યો ચાકુથી હુમલો, કિસ્સો કંપાવનારો
Last Updated: 03:14 PM, 15 May 2024
Karnataka Crime News : કર્ણાટકમાં એક પ્રેમી યુવકની હેવાનિયત સામે આવી છે. વાત જાણે એમ છે કે, અહીં એક પ્રેમીએ પોતાની પ્રિયતમા સાથે જે કર્યું તે દુશ્મન પણ ન કરી શકે, કર્ણાટકના હુબલી શહેરમાં બુધવારે વહેલી સવારે ગુસ્સે થયેલા 23 વર્ષીય પ્રેમીએ 21 વર્ષની યુવતીના ઘરમાં ઘુસીને તેની હત્યા કરી નાખી હતી. હૈવાને અગાઉ છોકરીને ધમકી આપી હતી કે, જો તેણી તેનું પાલન નહીં કરે તો તેનું ભાવિ નેહા હિરેમથ જેવું થશે જેને તાજેતરમાં હુબલીમાં કોલેજ કેમ્પસમાં નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી.
ADVERTISEMENT
જાણો શું હતી સમગ્ર ઘટના ?
કર્ણાટકના હુબલી શહેરમાં બેન્ડિગેરી પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્ર હેઠળના વીરપુરાઓની વિસ્તારમાં આ ઘટના બની હતી. મૃતક મહિલાની ઓળખ અંજલિ અંબીગેરા તરીકે થઈ છે, જ્યારે હત્યારાની ઓળખ વિશ્વા તરીકે થઈ છે, જેને ગિરીશ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિગતો મુજબ આરોપી સવારે 5.30 વાગે યુવતીના ઘરમાં ઘુસી ગયો હતો અને તે સૂતી હતી ત્યારે તેના પર હુમલો કર્યો હતો. યુવતી કંઈ કરે તે પહેલા આરોપીએ તેના પર જીવલેણ હુમલો કર્યો હતો. જોકે આ દરમિયાન પરિવારના અન્ય સભ્યો ત્યાં આવી પહોંચ્યા અને હુમલાખોરને રોકવાનો પૂરો પ્રયાસ કર્યો તેમ છતાં શેતાન તેના મનસૂબામાં સફળ થયો અને તે યુવતીની પાછળ દોડ્યો અને તેને છરી વડે નિર્દયતાથી મારી નાખી. એટલું જ નહીં ગુનો કર્યા બાદ તે ભાગવામાં પણ સફળ રહ્યો હતો.
ADVERTISEMENT
ઘરમાં દોડધામ મચી, યુવતી ને ચાકુના ઘા મારી પતાવી દીધી
પોલીસે જણાવ્યું કે, આરોપીઓએ મૃતક બાળકીની દાદી અને બે બહેનોની હાજરીમાં આ ઘટનાને અંજામ આપ્યો હતો. જાનવર બાળકીને આખા ઘરમાં ખેંચતો રહ્યો અને આ દરમિયાન તે તેને લાતો મારતો રહ્યો. આ પછી હત્યારાએ છોકરીને રસોડામાં ધકેલી દીધી જ્યાં શેતાન તેના પર ફરીથી ચાકુ વડે હુમલો કર્યો. દાવો કરવામાં આવી રહ્યો છે કે આરોપી યુવતીને પ્રેમ કરતો હતો તે પહેલા હત્યાની ધમકી આપવામાં આવી હતી. નેહા હિરેમઠની હત્યાની આગ પણ ઓલવાઈ નથી ત્યારે હત્યાની આ નવી ઘટનાએ રાજ્યને આંચકો આપ્યો છે.
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા આ શહેરના કોલેજ કેમ્પસમાં એમસીએની વિદ્યાર્થિની નેહા હિરેમથની ગુસ્સે ભરાયેલા પ્રેમીએ ઘાતકી રીતે હત્યા કરી હતી જેના કારણે ભારે રાજકારણ ગરમાયું હતું. પોલીસના જણાવ્યા મુજબ હાલ હત્યારો વિશ્વા ફરાર છે. યુવતીના પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું કે, જો તેણી આરોપીની લાગણી નહિ સમજે તો તેને પણ નેહા હિરેમથની જેમ તેને મારી નાખવાની ધમકી આપી હતી.
ADVERTISEMENT
જાણો હેવાને કેમ કરી હત્યા ?
એવું કહેવામાં આવી રહ્યું છે કે, આરોપી અંજલિને બ્લેકમેલ કરી રહ્યો હતો અને તેના માતા-પિતાને જાણ કર્યા વિના તેની સાથે મૈસુર જવા માટે દબાણ કરી રહ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપી ચોરીના ગુનામાં સંડોવાયેલો છે અને તે બાઇક ચોર તરીકે પણ ઓળખાય છે. અંજલિની દાદી ગંગામ્માએ અગાઉ પોલીસનો સંપર્ક કર્યો હતો અને તેમને આરોપીઓની ધમકીઓ વિશે જાણ કરી હતી. જોકે પોલીસે ફરિયાદને ગંભીરતાથી લીધી ન હતી અને તેને મોકલતા પહેલા વધુ ચિંતા ન કરવાની સલાહ આપી હતી. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.