સુરતના કપોદ્રામાં એક યુવકને લોન લેવાની લાલચમાં રૂપિયા 36 હજાર ગુમાવવાનો વારો આવ્યો છે.
સુરતમાં સસ્તા દરે લોન લેવાની લાલચ ભારે પડી
કપોદ્રાના યુવકે લોનની લાલચમાં રૂ.36 હજાર ગુમાવ્યા
ફેસબૂક પર લોનની જાહેરાત જોઈ યુવકે કર્યો હતો ફોન
ફેસબુક, ઇન્સ્ટાગ્રામ સહિતની સોશિયલ મીડિયા સાઈટનો ઉપયોગ જેમ જેમ વધે છે તેમ તેમ લોકોને વધારે સાવધાન રહેવાની જરૂર છે. સોશિયલ મીડિયાના માધ્યમથી ઠગાઈના અનેક કેસ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે. ત્યારે આવો જે એક કિસ્સો સુરતના કાપોદ્રામાં બન્યો છે. જેમાં એક યુવકે ફેસબુક પર લોન લેવાના ચક્કરમાં રૂપિયા 36 હજાર ગુમાવવાનો વારો આવ્યો છે.
સુરતના કાપોદ્રામાં અપાવવાના બહાને 36 હજારની ઠગાઈ
કાપોદ્રા પોલીસ પાસેથી મળતી માહિતી સુરતના કાપોદ્રામાં રહેતા યુવક પાસે 5 મહિના પહેલા ફેસબુક પર લોનની જાહેરાત જોઈ હતી. યુવકને પૈસાની જરૂર હોવાથી તેણે આપેલા નંબર પર સંપર્ક કર્યો હતો. ઠગ ટોળકીએ યુવકને રૂપિયા 10 લાખ સુધીની લોન આપવાની ખાતરી આપી હતી.
ઠગ ટોળકીએ ટુકડે ટુકડે કરી રૂપિયા 36,860 પડાવી લીધા
બાદમાં ઠગ ટોળકી યુવકના ઘરે લોનના ડોક્યુમેન્ટ માટે આધારકાર્ડ, પાનકાર્ડ, બે ફોટા સહિતના ડોક્યુમેન્ટ લીધા હતા. ત્યારબાદ લોનના ઍગ્રીમેન્ટ, પ્રોસેસ, સહિત અલગ અલગ બહાને ટુકડે ટુકડે કરી કુલ 36,860 રૂપિયા પડાવી લીધા હતા. બાદમાં યુવકને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું માલૂમ થચાં તેઓએ આ અંગે કાપોદ્રા પોલીસે ફરિયાદ દાખલ કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.