બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / માત્ર 4 જ દિવસમાં 14 લોકોના મોતથી કચ્છમાં હાહાકાર, સામે આવ્યાં ચોંકાવનારા રિપોર્ટ
Last Updated: 07:20 PM, 9 September 2024
કચ્છમાં શંકાસ્પદના કિસ્સામાં મૃત્યુઆંક ફરી એકવાર વધ્યો છે. જિલ્લાના લખપત તાલુકામાં શંકાસ્પદ મોતનો કેસ સામે આવ્યા હતા. જેમાં વધુ 2 લોકોના મોત થયા હોવાની માહિતી મળતા તંત્ર દોડતું થયું હતું.
ADVERTISEMENT
કચ્છ જીલ્લાના લખપત તાલુકામાં ફાટી નીકળેલા રોગચાળાનો ભોગ વિસ્તારના લોકો બની રહ્યા છે અને ૧૪ લોકોએ જીવ ગુમાવ્યો છે. સરકાર અને પ્રશાસનનું ધ્યાન દોરવા છતાં કોઈ ગંભીર પગલાં લેવામાં નથી આવ્યા. લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તેના માટે કોઈ સુવિધા નથી. વારંવાર ધ્યાન દોરવા છતાં સરકારી… pic.twitter.com/3SAtznp4TN
— Shaktisinh Gohil MP (@shaktisinhgohil) September 9, 2024
14 લોકોના મોત
ADVERTISEMENT
સમગ્ર ઘટનાને લઇ જિલ્લા કલેક્ટરે રિપોર્ટ અંગે માહિતી આપી હતી. જેમાં તેઓએ જણાવ્યું છે કે ગુજરાત સરકારની અને સ્થાનિક ટીમ આ ઘટનાને લઇ તપાસ કરી રહી છે. તપાસની કામગીરી વચ્ચે વધુ બે લોકોના મોત નિપજ્યા હતા. ત્યારે લખપતમાં અત્યાર સુધી કુલ 14 લોકોના મોત થયા છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતુ કે મેડી ગામની મહિલા અને વધુ એક વ્યક્તિ સહિત 2 લોકોના મોત આજરોજ નિપજ્યા હતા. હાલ સુધીમાં 11 લોકોના રિપોર્ટ આવ્યા છે. આ રિપોર્ટમાં બે લોકોના મેલેરિયા અને એકનું ડેન્ગ્યૂથી મોત થયાનો ખુલાસો થયો હતો. ઉપરાંત બે વ્યક્તિનું બ્રેઇન સ્ટ્રોક અને એકનું હાર્ટ એટેકથી મોત થયા હોવાનું અને મૃતકોના બર્ડ ફ્લૂના સેમ્પલ લેવાયા હોવાનું જિલ્લા કલેક્ટરે જણાવ્યુ હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ખાડાઓનું સામ્રાજ્ય / વરસાદે તો વિરામ લઇ લીધો, છતાંય ગુજરાતના 95 રસ્તાઓ હજુ બંધ હાલતમાં, જનતા ત્રાહિમામ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.