બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / in Junagadh And gir market yard mango prices fall due to hurricane

ભારે નુકસાન / તૌકતેના કારણે કેસર કેરીની કિંમતમાં ધરખમ ઘટાડો, યાર્ડમાં 70થી 300 રૂપિયા બોક્સના ભાવ બોલાયા

Shyam

Last Updated: 08:28 PM, 19 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાલાળા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે, ખરેલી કેરીના 10 કિલો બોક્સનો ભાવ માત્ર 50થી 70 રૂપિયા જ બોલવામાં આવ્યા હતા.

  • તૌકતેને લઇને ખેડૂતોને વધુ એક નુકસાન
  • કેસર કેરીના ભાવમાં ધરખમ ઘટાડો
  • તાલાળા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના ભાવમાં ઘટાડો

તૌકતે વાવાઝોડાના કારણે બાગાયતી ખેતીને મોટું નુકસાન પહોંચ્યું છે. જેની સીધી અસર બીજા દિવસે કેરીની કિંમત પર જોવા મળી છે. કેસર કેરીના ભાવમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. તાલાળા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ખરેલી કેરીના 10 કિલો બોક્સનો ભાવ માત્ર 70થી 350 રૂપિયા બોલવામાં આવ્યા હતા. તો, સારી કેરીના 10 કિલો બોક્સના ભાવ પણ ગગડ્યા છે. વાવાઝોડામાં આંબા પરથી 90 ટકા કેરી ખરી પડી ગઈ છે. ખેડૂતોને વાવાઝોડાને કારણે આર્થિક નુકસાન ઉઠાવવું પડ્યું છે.

ગુજરાતમાંથી વાવઝોડુ આગળ વધીને હવે રાજસ્થાન તરફ વળ્યું છે. ત્યારે ગુજરાતમાં વાવાઝોડાએ વિનાશ સર્જતા હજારો કરોડોનું નુકસાન કર્યું છે. રાજ્યમાં વાવાઝોડાના કારણે થયેલા નુકસાનને લઈને ડિઝાસ્ટર વિભાગ દ્વારા પ્રાથમિક સર્વેનો ડેટા જાહેર કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યમાં 3000 કરોડનું નુકસાન થયું હોવાનું કહેવામાં આવ્યું છે. સાથે જ કૃષિ, ઉર્જા અને માર્ગ મકાન સેક્ટરમાં મોટુ નુકસાન થયું છે. ઉર્જા સેક્ટરમાં અંદાજે 1400 કરોડનું નુકસાન થયું છે.

3000 crore loss in Gujarat due to Tauktae cyclone

ત્યારે કૃષિ ક્ષેત્રમાં 1200 કરોડના નુકસાનનો અંદાજો લગાવવામાં આવ્યો છે. વાવાઝોડાએ કેરીના પાકને ખૂબ નુકસાન પહોંચાડ્યું છે. સૌરાષ્ટ્રમાં 13800 હેક્ટરમાં આવેલા આંબાના વૃક્ષો વાવાઝોડાની ઝપેટમાં આવતા 60 કરોડનું નુકસાન થયું છે. રોડ અને બિલ્ડીંગ ક્ષેત્રમાં અંદાજે 50 કરોડનું નુકસાન થયુ છે જ્યારે અન્ય ક્ષેત્રોમાં 350 કરોડના નુકસાનનો અંદાજ લગાવવામાં આવ્યો છે. 

 

સંકળાયેલા મુદ્દાઓ

Gir Somnath Mango Mango Market કેરીની કિંમત કેરીનું બજાર ગીર સોમનાથ mango
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ