બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / In Jetpur, the mad lover who did not pay the price of the woman killed her, years ago she was a neighbor

ક્રાઈમ / જેતપુરમાં મહિલાએ ભાવ ન આપતા પાગલ પ્રેમીએ હત્યાનો આપ્યો અંજામ, વર્ષો પહેલા હતા પાડોશી

Vishal Khamar

Last Updated: 04:57 PM, 12 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વીરપુર ગામે એક શખ્શે મહિલાની છરીનાં ઘા મારી ગળુ કાપી નિર્મમ હત્યા કરી હતા. જે મામલે વીરપુર પોલીસે આરોપી ભાગે તે પહેલા તેને ઝડપી પાડ્યો હતો. ત્યારે પૂછપરછમાં આરોપીએ પ્રેમાંધ બનીને હત્યા કરી હોવાની કબુલાત કરી હતી.

  • વીરપુરમાં પ્રેમીએ મહિલાનું ગળું કાપી કરી ઘાતકી હત્યા
  • વીરપુરના જલારામનગર પાસે નિર્જન સ્થળ પાસે બન્યો હતો બનાવ
  • પોલીસે આરોપીની ધરપકડ કરી જેલનાં સળીયા પાછળ ધકેલ્યો

વીરપુરમાં રહેતી કંચનબેન વાઘેલા નામની પરિણીત મહિલા  જેતપુર સ્થિત એક કારખાનામાંથી મજૂરી કામ પૂર્ણ કરી નિત્યક્રમ મુજબ સાંજના સમયે પોતાના ઘરે જલારામનગર વિસ્તારમાં પરત આવતી હતી. ત્યારે રસ્તામાં અવાવરૂ ખેતર જેવી જગ્યામાં તેણીની કોઈ અજાણ્યા શખ્સે છરીના ઘા મારી હત્યા નિપજાવીને નાસી ગયો હતો.પોલીસે ગણતરીનાં કલાકમાં આરોપીને પકડી પાડી આગળની તજવીજ હાથ ધરી છે.

કંચનબેન ચાવડા (મૃતક મહિલા)

પોલીસે આરોપી ભાગે તે પહેલા જ બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડ્યો
બીજી તરફ પોલીસને સગડ મળતા બસ સ્ટેન્ડ પાસે વાહનમાં બેસી ભાગવાની ફિરાકમાં હતો. ત્યાં જ આરોપીને ઝડપી લીધો હતો. જેની પૂછપરછ કરતા પોતાનું નામ નારણભાઈ કેશુભાઈ ડાલીયા (ઉ.વ.૪૦) અને જેતપુરના દેરડી ધાર પાસે રહેતો હોવાનું તથા છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવતો હોવાનું જણાવ્યું હતું. 

મહિલાનો પીછો કરી તેની પર છરી વડે હુમલો કર્યો હતો
હત્યાના કારણ વિશે પોલીસે પૂછતાં જણાવેલું કે, જેતપુરમાં સામાંકાંઠા સ્થિત તેના મકાનમાં પંદરેક વર્ષ પૂર્વે મૃતક કંચનબેન ચાવડા તેણીના પતિ સાથે ભાડે રહેતી હતી. ત્યારે પ્રેમ સંબંધ બંધાયેલ હતો. ત્યારબાદ છએક વર્ષ પૂર્વે મૃતક તેણીના પતિ ગોવિંદભાઈ વાઘેલા સાથે વીરપુર રહેવા આવી ગઈ હતી. જેથી સંપર્ક ઓછો થઈ ગયો. પરંતુ આરોપી નારણ પીછો છોડતો ન હતો. જેમાં આજે કંચનબેન મજૂરી કામ પતાવી પોતાના ઘરે પરત ફરતી હતી ત્યારે તેણીનો પીછો કરી છરી વડે હુમલો કર્યો હતો. કંચનબેને છરીના ઘાથી બચવા હાથ આડા રાખતા છરીના ઘા લાગેલા હતા. જેથી નારણભાઈએ છરી વડે ગળું રહેંસી નાંખતા તેણીનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. આ મામલે વીરપુર પોલીસે આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

હિંગોળદાન રતનુ ( DYSP, SC-ST સેલ)

 

સંકળાયેલા મુદ્દાઓ

arrest lovers virpur woman murder case ધરપકડ મહિલાની હત્યા વીરપુર Jetpur
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ