બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / In Iran, women burned hijabs, cut their hair, took to the streets in protest

ભારેલો અગ્નિ / હિજાબ ઉતારી સળગાવ્યા, વાળ કાપી નાખ્યા, ઈરાનમાં મહિલાઓએ રસ્તા પર ઉતરી કર્યા વિરોધ પ્રદર્શન

Priyakant

Last Updated: 02:55 PM, 20 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોલીસ કસ્ટડીમાં મહિલાના શંકાસ્પદ મૃત્યુ બાદ ઈરાનમાં વિરોધ ફાટી નીકળ્યો અને મહિલાઓ રસ્તા પર ઉતરી

  • ઈરાનમાં હિજાબ કેસમાં યુવતીના મોત બાદ હંગામો 
  • મહિલાઓએ હિજાબ સળગાવી અને વાળ કાપી વિરોધ નોંધાવ્યો 
  • હિજાબ પહેરવાની ના પાડતાં એક યુવતીનું પોલીસ કસ્ટડીમાં થયું હતું મોત

ઈરાનમાં હિજાબ કેસમાં યુવતીના મોત બાદ હંગામો મચી ગયો અને હવે આ મામલો બહુ આગળ વધી ગયો છે. મહત્વનું છે કે, અગાઉ હિજાબ પહેરવાની ના પાડતાં એક યુવતીનું પોલીસ કસ્ટડીમાં મોત થતાં ઈરાની મહિલાઓમાં ભારે રોષ છે. પોતાનો વિરોધ નોંધાવવા માટે પણ મહિલાઓ હિજાબ સળગાવી રહી છે અને કેટલીક મહિલાઓ પોતાના લાંબા વાળ પણ કાપી રહી છે. તેણી કહે છે કે, તે પોતાનો ગુસ્સો આ રીતે વ્યક્ત કરી રહી છે.

વાસ્તવમાં ઈરાનમાં 22 વર્ષની યુવતી મહેસા અમીનીએ હિજાબ પહેરવાની ના પાડી હતી, ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસ કસ્ટડીમાં તેણીના શંકાસ્પદ મૃત્યુ બાદ, ઈરાનમાં વિરોધ ફાટી નીકળ્યો અને મહિલા વિરોધીઓ રસ્તા પર ઉતરી આવી. દરમિયાન, હવે ઘણી સ્ત્રીઓએ તેમના વાળ કાપી નાખ્યા છે અને હિજાબ પણ બાળી નાખ્યો છે. આની ઘણી તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા છે. 

સમાચાર એજન્સીએ ઈરાની મીડિયાના અહેવાલોને ટાંકીને જણાવ્યું હતું કે, ઈરાની પત્રકાર અને કાર્યકર્તા મસીહ અલીનેજાદે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મહિલાઓના વાળ કાપવાનો વીડિયો શેર કર્યો હતો. તેણે લખ્યું કે, પોલીસ દ્વારા મહસા અમીનીની હત્યાના વિરોધમાં ઈરાની મહિલાઓ પોતાના વાળ કાપીને અને હિજાબ સળગાવીને પોતાનો ગુસ્સો બતાવી રહી છે. તેણે કહ્યું કે, જો અમે સાત વર્ષની ઉંમરથી અમારા વાળ નહીં ઢાંકીએ તો અમે શાળાએ જઈ શકીશું નહીં કે, નોકરી મેળવી શકીશું નહીં. અમે આ જાતિય રંગભેદના શાસનથી કંટાળી ગયા છીએ. આટલું જ નહીં ઈરાની પત્રકારે તેહરાન યુનિવર્સિટીના કેટલાક વીડિયો પણ શેર કર્યા છે જેમાં જોવા મળી રહ્યું છે કે મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ વિરોધ પ્રદર્શનમાં જોડાઈ રહી છે.

નોંધનીય છે કે, ઈરાનમાં અન્યત્ર પણ તીવ્ર દેખાવો શરૂ થઈ ગયા છે. સ્થિતિ એવી બની ગઈ છે કે, પોલીસે સાઘેજ શહેરમાં પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યો. અલીનેજાદે પોતાના ટ્વિટર પર એક અન્ય વીડિયો શેર કરતા કહ્યું કે બહાદુર મહિલાઓ હવે રસ્તાઓ પર ઉતરી આવી છે. ડરશો નહીં, આપણે સૌ એક છીએ તેવા નારા લગાવ્યા. તેણે એમ પણ કહ્યું કે સુરક્ષા દળોએ ગોળીબાર કર્યો અને કેટલાક ઘાયલ થયા પરંતુ હવે અવાજ બંધ થશે નહીં.  અલ જઝીરાએ એક અહેવાલમાં જણાવ્યું હતું કે 22 વર્ષીય મહસા અમીની તેના પરિવાર સાથે તેહરાન જઈ રહી હતી ત્યારે પોલીસે તેની અટકાયત કરી હતી. આ પછી કહેવામાં આવ્યું કે થોડા જ સમયમાં તેમને હાર્ટ એટેક આવ્યો અને હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું. જો કે યુવતીના પરિવારજનોએ પોલીસ અને પ્રશાસન પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેઓએ આરોપ લગાવ્યો છે કે યુવતીને ટોર્ચર કરવામાં આવી હતી અને તેને માર મારવામાં આવી હતી. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Women Revolution in Iran hijab iran ઈરાન વિરોધ પ્રદર્શન હિજાબ વિવાદ Iran Hijab Case
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ