In IPL 2022 3 kivi players boult, mitchell and neesham recreate aye meri zohrajabeen song video goes viral
IPL 2022 /
રાજસ્થાન રોયલ્સના શ્યામ, રાજૂ અને બાબુરાવ! હેરાફેરી ફિલ્મનાં ગીત પર નાચ્યા વિદેશી ક્રિકેટર્સ
Team VTV03:06 PM, 21 May 22
| Updated: 03:17 PM, 21 May 22
હવે RR ના 3 વિદેશી ખેલાડીઓ જીમી નીશમ, ટ્રેન્ટ બોલ્ટ અને ડેરેલ મિચેલનો બોલીવુડના ગીત પર એક્સપ્રેશનની સાથે ડાન્સનો VIDEO જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
ન્યુઝીલેન્ડના ત્રણ સ્ટાર ખેલાડીઓએ રાજસ્થાનની જીત પછી કરી ઉજવણી
હીમેશ રેશમિયાના લોકપ્રિય સોન્ગ પર નાચતા જોવા મળ્યા
ચાહકોને પસંદ પડી રહ્યો છે ખેલાડીઓનો આ નવો અવતાર
રાજસ્થાન રોયલ્સની ટીમે ટોપ-2 માં જગ્યા બનાવી લીધી છે. તેમની શાનદાર પ્રદર્શન અનેક ટીમો પર ભારે પડ્યું છે. આ વખતે ટીમ 4 વર્ષ પછી પ્લેઓફમાં પહોંચી ગઈ છે. છેલ્લી વાર આ ટીમ 2018 માં પ્લેઓફમાં પહોંચી હતી. ફિલ્મ હેરા-ફેરીનું ગીત 'એ મેરી જોહરાજબી' પર ત્રણેય ખેલાડીઓ કાળા રંગના હાફ પેન્ટ અને સફેદ રંગની ટી-શર્ટ માં નાચતા જોવા મળ્યા હતા. ઉજવણીના માહોલમાં ડૂબેલા ખિલાડીઓને આ શૈલીમાં જોવા જેવા છે.
— Rajasthan Royals (@rajasthanroyals) May 18, 2022
લોકો લઈ રહ્યા છે મજા
લોકો કીવી ટ્રાયોની એક્ટિંગ પર ખૂબ મજા લઈ રહ્યા છે. હિમેશ રેશમિયાના અવાજમાં આ ગીત એક સમયે ઘણું લોકપ્રિય થયુ હતું. બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈ આ ગીત પર નાચતા જોવા મળ્યા હતા. હવે ન્યુઝિલેન્ડના આ 3 ખિલાડીઓએ મળીને ફરીથી લોકોને વીતેલા સમયની યાદ અપાવી હતી. ચાહકો કોમેન્ટ કરીને આ ત્રણેયને કીવી રાજુ, બાબૂ રાવ અને ઘનશ્યામ કહી રહ્યા છે. ફિલ્મ હેરા-ફેરીના આ ત્રણ પાત્રો ઘણા લોકપ્રિય રહ્યા છે. જીમી નીશમ સોશિયલ મિડીયા પર સતત એક્ટિવ રહે છે. ચાહકો તેમનો આ નિરાળો અંદાજ કેટલાક સમયથી જોઈ રહ્યા છે. જોકે ટ્રેન્ટ બોલ્ટ જેવા દિગ્ગજ બોલરને આ અવતારમાં જોવો ચાહકો માટે નવો અનુભવ છે.
2008 પછી પહેલી વાર ટોપ-2 માં રાજસ્થાન
IPL 15 ના 68મા મુકાબલામાં રાજસ્થાન રોયલ્સે ચેન્નઈ સુપર કિંગ્સને 5 વિકેટથી હરાવી દીધું હતું. 2008 માં રમાયેલી પહેલી સીજન પછી રાજસ્થાનની ટીમ પહેલી વાર ટોપ 2 ટીમમાં સામેલ થઈ ગઈ છે. અશ્વિને રાજસ્થાન માટે મેચ વિનિંગ દાવ રમી અને માત્ર 23 બોલમાં 40 રન બનાવી દીધા. જ્યારે, યશસ્વીએ 59 રન બનાવ્યા હતા. ચેન્નઈ માટે પ્રશાંત સોલંકીએ સૌથી વધારે 2 વિકેટ લીધી હતી.
પહેલા ક્વોલિફાયરમાં હાર્દિક વર્સીસ સેમસન
IPL 2022 ના પહેલા ક્વોલિફાયરમાં રાજસ્થાનનો મુકાબલો ગુજરાતથી થશે. હાર્દિક પંડ્યાના નેતૃત્વવાળી ગુજરાતની ટીમ પોઇન્ટસ ટેબલમાં નંબર એક પર છે. પહેલો ક્વોલિફાયર મુકાબલો 24 મે એ રમાશે. ચેન્નઈની વિરુધ્ધ જીતની સાથે રાજસ્થાન ના 18 અંક થઈ ગયા છે. જ્યારે, ગુજરાતના 20 અંક છે. 2008 પછી રાજસ્થાનની ટીમ ટોપ-2 માં પહોંચી ગઈ છે.