બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:18 PM, 1 August 2024
ભારતમાં દુનિયાનો સૌથી મોટો નોળિયાની પ્રજાતિ જોવા મળે છે. જે લગભગ 3 ફૂટ લાંબો હોય, જેને ગ્રે નોળિયો કહે છે. જેને જંગલી નોળિયો પણ કહે છે, આ નોળિયાથી કોબ્રા પણ દૂર ભાગે છે. કારણ કે કોબ્રાને પણ સરળતાથી મારતો હોવાથી કોબ્રાને મારવાવાળાને નોળિયો પણ કહે છે.
ADVERTISEMENT
કોબ્રાની સાથે કેવી રીતે લડે છે?
ગ્રે નોળિયા તરીકે ઓળખાતો નોળિયો એક એવી ટેકનિક સાથે સાપ પર હુમલો કરે છે જેનાથી સાપ બચી ન શકે. ટેકનિકમાં તે નિંજા જેવી ઝડપે સાપ પર કૂદે છે અને પોતાનો પણ બચાવ કરે છે. નોળિયો વારંવાર આમ કરીને સાપને હુમલો કરવી થકવે છે. કોઈક સમયે તો તે સીધું સાપનું મોઢું પકડી બટકું ભરે છે અને સાપને મારી નાખે છે.
ADVERTISEMENT
સાપ અને નોળિયો ઉંદર, જમીન પર માળો બનાવતા પક્ષી, ગરોડી, સસલા અને દેડકા જેવા જંતુઓને શિકાર બનાવે છે. લોકો એવું પણ કહેતા હોય છે કે નોળિયા પર ઝેરની કોઈ અસર થતી નથી પણ જો સાપ વારંવાર ડંખ મારે તો નોળિયો ખતરામાં આવી શકે છે. આથી નોળિયો સાપના ડંખથી પોતાની ટેકનિક દ્વારા બચતો રહે છે. એવું ભાગ્યે જ બને છે કે સાપનું ઝેર નોળિયા પર ચડ્યું હોય
નોળિયો જ્યારે પણ સાપ સાથે ઝગડે છે ત્યારે તે પોતાના શરીરને ફુલાવે છે જેથી સાપને હુમલો કરવાં મુશ્કેલી પડે. નોળિયા વિશે કેવું પડે તે એક નીડર શિકારી છે, કેમ કે તેના શિકાર પર સામેથી મોઢા પર હુમલો કરે છે, અને ક્યારેય પાછડથી હુમલો કરતો નથી.
નોળિયો પોતાના શિકારને જોતાં જ તેની પાછડ પડી જાય છે, અને તેની પર હુમલો કરે છે. સાપને દરમાંથી ખોદીને બહાર કાઢે છે. દરને ખોદવામાં તેના વિશાળ પંજા ખૂબ ઉપયોગી બને છે.
નોળિયા વિશે એવું માનવાં આવે છે કે તેને સાંપના ઝેરની કોઈ અસર થતી નથી. નોળિયાના શરીરમાં ઘણી એવી સંરચના હોય છે જે તેને સાપના ઝેરથી બચાવમાં મદદ કરે છે. નોળિયામાં એસિટિલકોલાઇન રીસેપ્ટર્સ હોય છે જે સાપના ઝેરથી લડે છે અને ઝેરને શરીરમાં પ્રવેશ કરતાં અટકાવે છે. સાથે જ નોળિયામાં ગ્લાઈકો પ્રોટીન ઉત્પન થતાં હોય છે જે સાપના ઝેર સાથે જકડી જાય છે જેથી ઝેર નોળિયાને નુકસાન પહોંચાડી શકતું નથી. નોલિયો સ્ફૂર્તિલો હોવાથી સાપને ડંખ મારવા દેતો નથી
આમ તો એવું પણ નથી હોતું કે સાંપનું ઝેર નોળિયાને સાવ અસર નથી કરતું, પણ નોળિયો બીમાર પણ પડે છે અને કોઈ સમયે જીવ પર પણ બની આવે છે. પણ આવું ક્યારે થાય કે જ્યારે નોળિયાને સાપ વધારે ડંખ મારે..
ભારતમાં આમ તો 6 પ્રજાતિના નોળિયા જોવા મળે છે. જેમાં ચાર પશ્ચિમના જંગલોમાં રહે છે. ઉત્તર ભારતમાં ઇંડિયન ગ્રે નોળિયો અને નાનો નોળિયો વધારે જોવા મળે છે. માણસોની આજુબાજુ અને જંગલો રણ વિસ્તારમાં મોટાભાગે જોવા મળતા હોય છે
આમ તો ભારતીય નોળિયા ભૂરા રંગના હોય અને તેમના વાળ પર સફેદ અને કાળા પટ્ટા હોય છે. દક્ષિણમાં જોવાં મળતા નોળિયા ઉત્તરના નોળિયા કરતાં થોડા ઘાટા રંગમાં જોવા મળે છે, તેમના વાળ કાળા હોય છે. જ્યારે રણમાં વસતા નોળિયા લાલ રંગના હોય છે. અને નાના નોળિયા ભૂરા રંગ કરતાં થોડા ભૂખરા રંગના હોય છે.
વધુ વાંચો: એક વાર સમાગમ કર્યો, બીજી વાર માગવા ગયો તો ફિમેલ મેલને મારીને ખાઈ ગઈ
ભારતમાં નોળિયાને સંરક્ષિત પ્રજાતિ માનવામાં આવે છે. ખેડૂતને નોળિયો એટલા માટે ગમતો હોય છે કેમ કે નોળિયા સાપ અને ઉંદરને ઘર અને ખેતરમાં નથી આવવા દેતા. નોળિયા વર્ષમાં બે કે ત્રણ વખત બચ્ચાંને જન્મ આપે છે, નોળિયાના બચ્ચા દરમાં રહેતા હોય છે અને બાળ નોળિયાને માદા જ ઉછેરી મોટા કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.