બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / In Gujarat, RTO undertook data collection to scrap old vehicles

જાણવું જરૂરી / જૂના વાહનો ભંગાર કરવા માટે તંત્રએ કામગીરી હાથમાં લીધી, જુઓ કેટલો આંકડો નોંધાયો

Vishnu

Last Updated: 02:25 PM, 19 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવી સ્ક્રેપિંગ પોલિસી જાહેર થતાંની સાથે જ હવે  RTO વિભાગે જુના વાહનો ડેટા મેળવવાની કામગીરી હાથ ધરી દીધી છે.

  • રાજ્યમાં 15 વર્ષ જૂના થ્રી અને ફોર વ્હીલર 21 લાખ વાહનો નોંધાયા
  • 9 લાખ વાહનોમાંથી સરકારી 13 હજાર વાહનો પણ સ્ક્રેપમાં જશે
  • જુના વાહનોના ડેટા એકઠા કરવાની કામગીરી જોરશોરથી ચાલુ

કેન્દ્ર સરકારની નવી સ્ક્રેપિંગ પોલિસી 1 ઓકટોબરથી દેશભરમાં લાગુ થવા જઇ રહી છે. દેશ સહિત ગુજરાત ભરમાં 15 વર્ષ જૂના ખખડધજ વાહનોની છૂટી કરવામાં આવશે જેની તૈયારીના ભાગ રૂપે ગુજરાતનું RTO વિભાગ પણ તડામાર તૈયારીઓ કરી રહ્યું છે. જુના વાહનોના ડેટા એકઠા કરવાની કામગીરી પુર ઝડપે ચાલી રહી છે.

15 વર્ષ જૂના 21 લાખ વાહનો માંથી 9 લાખ ભંગાર ભેગા થશે

RTO વિભાગ હાલ તો જૂના વાહનોનું લિસ્ટ ચેક કરી રહી છે જેમાં તમામ પસાઓને ધ્યાનમાં લઈ રાજ્યમાં કુલ 21 લાખ જેટલા વાહનો 15 વર્ષ જૂના નોંધાયા છે. જેમાંથી 9 લાખ વાહનો નવી સ્ક્રેપિંગ પોલિસી અનુસાર રસ્તા પર દોડી શકે તેમ નથી.તો સરકારી 13 હજાર વાહનો પણ 15 વર્ષ જુના હોવાનું નોંધાયું છે. સરકારના તમામ 13 હજાર વાહનો સ્ક્રેપમાં નખાશે. રાજ્યના RTO વિભાગે ડેટા મેળવવાની કામગીરી હાથ ધરી છે...જુના વાહનોના ડેટા એકઠા કરી ભંગાર ભેગા કરવાની કામગીરી ટૂંક સમયમાં ચાલુ થશે.

શું છે સરકારની નવી સ્ક્રેપિંગ પોલિસી?

15 વર્ષથી જૂના ટ્રક જેવા હેવી કમર્શિયલ વાહનોને એક ફિટનેસ ટેસ્ટ આપવો પડશે. જો આ ફિટનેસ ટેસ્ટમાં એ પાસ થઈ જે તો તેને સ્ક્રેપ નહીં કરવામાં આવે. અન્યથા કરવા પડશે. આપણી કાર જેવા પ્રાઇવેટ વાહનો માટે 20 વર્ષ સમયગાળો છે ત્યાર બાદ તેમણે રી-રજીસ્ટ્રેશન કરાવવું પડશે. જો આ રી-રજીસ્ટ્રેશન થઈ જાય તો વાંધો નહીં આવે પણ જો એ નહીં થાય તો એ વાહનને સ્ક્રેપ કરવું પડશે.

કારનું ફિટનેસ સર્ટિફિકેટ ક્યારે લેવાનું રહેશે?

8 વર્ષ જૂના વાહનો પર ગ્રીન ટેક્સ લાગૂ કરવામાં આવશે. ગ્રીન ટેક્સની રકમ પર્યાવરણ સુધારવા માટે ખર્ચ કરાશે. ફિટનેસ ટેસ્ટના ચાર્જ તેમજ ગ્રીન ટેક્સના દર પણ વધારાશે. જાહેરાત કરતી વખતે કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી ગડકરીએ કહ્યું હતું કે સ્ક્રેપ પોલિસી અનુસાર વાહનોને ફિટનેસ ટેસ્ટમાંથી ગુજરવું પડશે. આ માટે દેશમાં લોકભાગીદારીથી 400 થી 500 વ્હીકલ ફિટનેસ સેંટર બનશે. આ સાથે 60 થી 70 રજીસ્ટર્ડ સ્ક્રેપિંગ સેંટર બનશે ગડકરીએ કહ્યું હતું કે સરકાર ફિટનેસ ટેસ્ટ માટે વાહનને 150 થી 200 કિમી દૂર ન જવું પડે એવા પ્રયત્નો કરશે. 

શું ગાડીઓ સસ્તી થશે?

સાથે જ નીતિન ગડકરીએ કહ્યું હતું કે આ  સ્ક્રેપિંગ પોલિસી નવા વાહનોને 40% સસ્તા કરી દેશે. કારણ કે જૂની ગાડીઓમાંથી ભંગારમાંથી 99% મેટલ રિકવર કરી શકાશે. જેથી પ્રોડક્શન ખર્ચ ઓછો થશે અને ઇલેક્ટ્રિક સમાન અને વાહનો માટે જરૂરી કોપર લિથિયમ જેવો કાચો માલ પણ મળશે.

તમને શું ફાયદો?

  • જૂની કાર સ્ક્રેપ કરાવનારને નવી કાર પર કંપનીઓ 5 ટકા ડિસ્કાઉન્ટ
  • સ્ક્રેપિંગ પોલીસીમાં નવા વાહનની ખરીદી પર 5 ટકા ડિસ્કાઉન્ટ 
  • નવી ગાડી ખરીદ્યા બાદ 3 વર્ષ સુધી રોડ ટેક્સમાં 25%ની છૂટ
  • નવી ગાડીના રજિસ્ટ્રેશન માટે કોઇ ફી નહી લેવાય
  • વાહનને સ્કેપ કરાવવવા પર કિંમતના 4થી 6 ટકા ગાડીના માલિકને મળશે.
  • પોલિસી બાદ સ્ટીલ,રબર, એલ્યુમિનિયમ,રબરની આયાત નહીં કરવી પડે
  • સ્ક્રેપિંગ પોલિસી લાગુ થયા બાદ વાહનોના ભાવમાં 30થી 40 ટકાનો ઘટાડો થઈ શકે છે. 

પોલિસીથી નુકસાનની ભીતિ : ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર એસોસિએશન 

સરકારે જાહેર કરેલી નવી પોલિસીની ફાયદા સાથે સારા ખરાબ પાસાઓ પર દેશભરમાં ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે નવી સ્ક્રેપ પોલિસીને ધ્યાને રાખી ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર એસોસિએશન એટલે FADAએ મહત્વનું નિવેદન આપ્યું હતું. FADAએ વર્ષના બદલે કિલોમીટર પર સ્ક્રેપમાં ગાડી જવી જોઈએ તેવું સૂચન કર્યું છે. તે ઉપરાંત નવી સ્ક્રેપ પોલિસીથી નુકસાનની ભીતિ પણ સેવી હતી, અને સરકારની પોલિસીના કારણે કબાડી માર્કેટ વધવાનો દાવો પણ FADAએ કર્યો હતો.સ્ક્રેપ પોલિસીથી ભંગાર વધશે તેમજ સ્પેરપાર્ટ્સ, મેન્યુફેક્ચરિંગ માર્કેટને મોટી અસર થશે તેવી ભીતિ પણ સેવાઇ રહી છે.


કોંગ્રેસ કરી રહી છે નવી સ્ક્રેપ પોલિસીનો વિરોધ

આ મામલે થોડા દિવસ અગાઉ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો  મનીષ દોશીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે,  પોલ્યુશન ઘટાડવાના હેતુથી સરકાર સ્ક્રેપ વિહિકલ પોલીસી લાવી છે. પ્રથમ દ્રષ્ટિએ ખુબ જ સરસ લાગે તેવી આ વાત છે. પરંતુ સૌથી વધારે પ્રદૂષણ તો ખાડા ટેકરાવાળા રસ્તા અને ધુળીયા રસ્તાઓ ના લીધે થાય છે.  અમદાવાદમાં BRTS અને AMTS મળીને માત્ર 1100 બસ દોડે છે. પ્રદૂષણ ઘટાડવું હોય તો BRTS અને AMTSની તમામ બસોને સીએનજી માં પરિવર્તિત કરો. તેમજ કોમર્શિયલ અને ભારે માલ વાહનો ને CNG માં પરિવર્તિત કરો. સરકારે સરકાર હસ્તકની નગરપાલિકાઓની સાધનોને પણ સીએનજી કરવામાં આવે અને નવી સ્ક્રેપ પોલિસીની શરૂઆત પણ સરકારી સાધનોથી જ કરવામાં આવે તેમ કહી સરકાર પર આડકતરા પ્રહાર કર્યા હતા.
 

સંકળાયેલા મુદ્દાઓ

Central Government Vehicle Scrap Policy gujarat rto કેન્દ્ર સરકાર ગુજરાત આરટીઓ નવી સ્ક્રેપ પોલીસી Vehicle Scrap Policy
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ