Sunday, June 16, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

મધ્યપ્રદેશમાં કોંગ્રેસ જીત તરફ આગળ રાજ્યપાલને પત્ર લખી સરકાર બનાવવા રજૂ કરાયો દાવો

મધ્યપ્રદેશમાં કોંગ્રેસ જીત તરફ આગળ  રાજ્યપાલને પત્ર લખી સરકાર બનાવવા રજૂ કરાયો દાવો
મધ્યપ્રદેશમાં કોંગ્રેસ જીત તરફ આગળ વધી રહી છે ત્યારે કમલનાથે રાજ્યપાલ આનંદીબેને પટેલ સામે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. કમલનાથે રાજ્યપાલ આનંદીબેન પટેલને પત્ર લખીને કોંગ્રેસ તરફથી દાવો રજૂ કર્યો છે.

પત્રમાં તેમણે  અપક્ષોના સમર્થન હોવાની વાત પણ રજૂ કરી છે. તો આ તરફ ભાજપ નેતા વીડી શર્માએ કહ્યું કે કોંગ્રેસનો સરકાર રચવાનો દાવો ઉતાવળિયું પગલું છે. પૂર્ણ ગણતરી બાદ ભાજપ જ જીતશે.

તમને જણાવીએ કે મધ્યપ્રદેશમાં કોંગ્રેસ બહુમતિના આંકડાની એકદમ નજીક પહોંચી છે ત્યારે દિગ્વિજયસિંહને બહુમત સાબિત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.

કોંગ્રેસ તરફથી બહુમત સાબિત કરવાની જવાબદારી દિગ્વિજયસિંહને સોંપવામાં આવતા. તેમનો દિલ્લી જવાનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. બુધવારે વિધાયકદળની બેઠકમાં તેઓ હાજર રહેશે અને બહુમતિ સાબિત કરવાના તમામ પ્રયાસો કરશે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ